જામનગરમાં રહેતાં શખ્સને નેગોશિયેબલ એકટની કલમ હેઠળ છ માસની સાદી કેદની સજાનો આરોપી છ માસથી નાસતો ફરતો હતો. આ આરોપીને એસઓજીની ટીમે ઝડપી લઇ સીટી એ ડીવીઝનને સોંપી આપ્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં કસાઈ કબ્રસ્તાન પાસે આવેલી સિધ્ધનાથ સોસાયટીમાં રહેતો નાસીર હુશેન બ્લોચ નામના શખ્સને અદાલતે નેગોશિયેબલ એકટની કલમ 138 મુજબ અદાલતે તકસીરવાન ઠેરવી છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. આ આરોપી છેલ્લાં નવ માસથી નાસતો ફરતો હતો. નાસીર અંગેની એએસઆઈ ચંદ્રસિંહ જાડેજા, હેકો શોભરાજસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ જે.ડી. પરમાર અને સ્ટાફે વોચ ગોઠવી જામનગરના એસટી ડેપો ગેઈટ પાસેથી નાસીર હુશેન બ્લોચને દબોચી લઇ સીટી એ ડીવીઝન પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.