અલ્હાબાદ હાઈકોર્ટે ગંગા પ્રદૂષણ મામલે જળનિગમ, ઉત્તરપ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિત અન્ય વિભાગોની કાર્યશૈલી ઉપર આકરાં શબ્દોમાં ટીપ્પણીઓ કરી છે. કોર્ટે કહ્યું કે વિભાગ પોતાની જવાબદારીને શટલકોકની જેમ આમથી તેમ ફેંકી રહ્યો છે. જળનિગમ પાસે પર્યાવરણ નિષ્ણાત નથી તો પછી તે પર્યાવરણ ઉપર નજર કેવી રીતે રાખી રહ્યું છે ? કોર્ટે ડાયરેક્ટર પાસેથી નેશનલ મિશન ક્લિન ગંગા દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંઓની જાણકારી પણ માંગી છે અને પૂછયું છે કે નમામી ગંગે પરિયોજના હેઠળ અત્યાર સુધી કેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડથી તપાસ રિપોર્ટ પણ માંગ્યો છે. બોર્ડે આ મામલાની તપાસ માટે 28 ટીમોની રચના પણ કરી છે. આ આદેશ મુખ્ય ન્યાયમૂર્તિ રાજેશ બિંદલ, ન્યાયમૂર્તિ મનોજકુમાર ગુપ્તા અને ન્યાયમૂર્તિ અજીત કુમારની પીઠે ગંગા પ્રદૂષણ મામલે દાખલ કરાયેલી જાહેરહિતની અરજીની સુનાવણી કરતી વખતે આપ્યો છે. પીઠે ઉત્તરપ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી ટેસ્ટીંગ, ફરિયાદનો નિકાલ નહીં કરનારા અધિકારીઓ વિરુદ્ધ ગેસ ચલાવવાનો આદેશ પણ આપ્યો છે.
સાથે સાથે એવું પણ પૂછયું છે કે ગંગા જે શહેરોમાંથી પસાર થઈને નીકળી છે ત્યાં બનેલા નાલાને એસટીપી સાથે જોહવામાં આવ્યા છે કે નહીં. નાલાની સ્થિતિ, ડિસ્ચાર્જ, ટ્રીટમેન્ટ અને જળની ગુણત્તવાને લઈને પણ જાણકારી માંગવામાં આવી છે. એએસજીઆઈએ કોર્ટ પાસેથી વિસ્તૃત જાણકારી રજૂ કરવા માટે સમય માગ્યો છે. આ મામલાની આગલી સુનાવણી 26 સપ્ટેમ્બરે થશે.દરમિયાન વિભાગોમાં આંતરિક સંકલન નહીં હોવા અંગેની નારાજગી કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.