જામનગર એસઓજી પોલીસે નેગોશિયેબલના કેસમાં સજા પામેલ નાસતા ફરતા આરોપીને રણજીતસાગર રોડ પરથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, નેગોશિયેબલ ઈન્સ્ટુમેન્ટની કલમ 138 માં સજા પામેલ ખોડા નાગજી રામાણી નામનો શખ્સ નાસતો ફરતો હોય. હાલમાં રણજીતસાગર રોડ પર કિર્તી પાનની દુકાન પાસે ઉભો હોવાની એસઓજીના વિરેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા તથા તૌસિફભાઈ તાયાણીને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને ઈન્ચાર્જ પીઆઈ બી.એન.ચૌધરી તથા પીએસઆઈ એલ.એમ.ઝેરના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન ખોડા નાગજી રામાણીને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે ધ્રોલ પોલીસને સોંપી આપ્યો હતો.