Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયદેશમાં બર્ડ ફ્લુથી 11 વર્ષીય બાળકનું મૃત્યુ

દેશમાં બર્ડ ફ્લુથી 11 વર્ષીય બાળકનું મૃત્યુ

- Advertisement -

દેશમાં આ વર્ષે બર્ડ ફ્લુથી પ્રથમ વ્યક્તિનું મૃત્યુ થયું છે. દિલ્હી એઈમ્સમાં 2જુલાઈના રોજ 11 વર્ષીય બાળકને એડમીટ કરવામાં આવ્યો હતો અને તેનું બર્ડ ફ્લુના કારણે મૃત્યુ નીપજ્યું છે. બાળકના મોત પછી, દર્દીના સંપર્કમાં આવેલા દિલ્હીના એઈમ્સ સ્ટાફને સાવચેતીના ભાગરૂપે આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે.

દિલ્હી એઈમ્સમાં 11 વર્ષીય બાળકની સારવાર ચાલી રહી હતી અને તેમાં H5N1ના લક્ષણો જોવા મળ્યા હતા. હરિયાણાના આ બાળકનું એવિયન સંક્રમણથી મૃત્યુ થયું છે. બર્ડ ફ્લૂ એક વાયરલ ઈંફેક્શન છે જેને એવિયન ઈન્ફ્લૂએંજા પણ કહે છે. આ એક પક્ષીથી બીજા પક્ષીમાં ફેલાય છે. બર્ડ ફ્લૂનો સૌથી જીવલેણ સ્ટ્રેન H5N1 હોય છે. આ વાયરસ સંક્રમિત પક્ષીઓથી અન્ય જાનવર અને માણસોમાં પણ ફેલાય શકે છે અને માણસ માટે પણ આ વાયરસ એટલો જ ખતરનાક છે.

- Advertisement -

બર્ડ ફ્લૂને લઈને અત્યાર સુધી એ વાતની રાહત હતી, કે દેશમાં એક પણ મોતનો બનાવો બન્યો નહોતો. પણ હવે 11 વર્ષિય એક બાળકના મોતના સમાચાર આવી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં જ બર્ડ ફ્લૂને લઈને દેશના કેટલાય રાજ્યોમાં પક્ષીઓના મોત બાદ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular