Monday, December 23, 2024
Homeરાજ્યહાલારભાણવડ પંથકના 11 વર્ષના તરૂણનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ

ભાણવડ પંથકના 11 વર્ષના તરૂણનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ

- Advertisement -

ભાણવડના વિજયપુર ગામે 11 વર્ષના બાળકને વહેલીસવારે હાર્ટએટેકનો હુમલો આવતા સારવાર મળે તે પહેલાં જ તેનું કરૂણ મોત થયું છે. સગર જ્ઞાતિના બાળકના મોતથી વિજયપુર ગામમાં શોકની કાલીમા છવાઈ ગઈ છે.

- Advertisement -

કરૂણ બનાવની મળતી વિગતો મુજબ, ભાણવડ થી ત્રણ કિમી દૂર બરડા ડુંગરની ગોદમાં વિજયપુર ગામે વસવાટ કરતો 11 વર્ષની વયનો દુષ્યંત ઘનશ્યામભાઈ પીપરોતર (ઉ.વ.11) વહેલી પરોઢીયે પોતાના ઘરે નિંદરમાંથી ઉઠી પેશાબ કરવા ગયો હતો.

ત્યારબાદ તે ઘરમાં ફરત ફરી રહ્યો હતો તે દરમિયાન અચાનક ફસકાઈ પડી ઢળી પડયો હતો. આ બનાવની તેના પરિવારજનોને ખબર પડતા જ અવાચક બની ગયો હતો. પરંતુ પરિવારજનોએ ગંભીર હાલતમાં ભાણવડ ખાતે દવાખાને લઇ આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા કાળો કલ્પાંત મચી ગયો હતો. બાળકના માતા-પિતાના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીની છવાઈ હતી. આ બનાવની તપાસ હાથ ધરતા બાળ વિદ્યાર્થી દુષ્યંત ઘનશ્યામભાઇ પીપરોતર છઠા ધોરણમાં વિજયપુર ગામમાં જ અભ્યાસ કરી રહ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular