કેન્દ્ર સરકારની ઇડી દ્વારા એમવે ઇન્ડિયાના જુદાં-જુદાં 36 ખાતાઓમાંથી રૂા.411 કરોેડની અચલ તથા ચલ અને રૂા.345 કરોડની બેંક બેલેન્સ જપ્ત કરી હતી.
ભારતની એમવે ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ પ્રા.લી. ઉપર મની લોન્ડ્રિગના કેસમાં ઇડી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં સોમવારે ઇડીએ એમવેની રૂા.757.77 કરોડની સંપતી જપ્ત કરી છે. કંપની ઉપર મલ્ટીલેવલ માર્કેટીંગ સ્કેમ ચલાવવાના આરોપમાં આ કાર્યવાહી કરવામાં આવી છે અને જપ્ત કરાયેલી સંપતીઓમાં તમિલનાડુના ડીડીગુલ જિલ્લામાં એમવેની જમીન, ફેકટ્રરી-બિલ્ડીંગ, પ્લાન્ટ તથા વાહનો અને બેંક ખાતા તથા ફિકસ ડિપોઝીટ સામેલ છે. એમવેના જુદાં જુદાં 36 ખાતાઓમાંથી રૂા.411.83 કરોડની અચલ અને ચલ સંપતી તેમજ રૂા.345.94 કરોડનું બેંક બેલેન્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ તપાસમાં એમવેના ડાયરેકટર સેલિંગ-મલ્ટીલેવલ માર્કેટીંગની આડમાં પીરામીડ ફ્રોડ ચલાવી રહ્યા હોવાનું એજન્સી દ્વારા જણાવ્યું હતું અને તપાસ દરમ્યાન કંપની દ્વારા કરવામાં આવી રહેલી પ્રોડકટોની કિંમત ખુલ્લી બજારમાં હાજર અને પ્રતિષ્ઠ ઉત્પાદકોની લોકપ્રિય ઉત્પાદકોની તુલનામાં અનેકગણી વધારે છે.