Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયઆવતા વર્ષે ખુલ્લો મૂકાશે અમૃતસર- જામનગર સિકસ લેન કોરીડોર : ગડકરી

આવતા વર્ષે ખુલ્લો મૂકાશે અમૃતસર- જામનગર સિકસ લેન કોરીડોર : ગડકરી

- Advertisement -

કેન્દ્રિય રોડ પરિવહન અને નેશનલ હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ સંખ્યાબંધ ટવીટ દ્વારા માહિતી આપી છે કે એકસેસ કંટ્રોલ ગ્રીન ફીલ્ડ સીકસ લેન હાઇવેનું કામ ગતિપૂર્વક ચાલુ છે. આ એકસપ્રેસવેનું કામ રાજસ્થાન / ગુજરાતની બોર્ડરથી નેશનલ હાઇવે 754-એના સાંતલપુર સેકશનમાં ચાલી રહ્યું છે. આ પ્રોજેકટ ભારતમાલા પરિયોજના હેઠળના અમૃતસર – જામનગર ઇકોનોમીક કોરીડોરનો એક ભાગ છે બની રહેલ આ ભાગનો પ્રોજેકટ ખર્ચ 2030 કરોડ રૂપિયા છે. અને એકવાર આ પ્રોજેકટ પુર્ણ થયા પછી આ સેકશનનો ટ્રાવેલ ટાઇમ 2 કલાક જેટલો ઘટી જશે અને અંતર 60 કીલોમીટર જેટલુ ઘટી જશે. ગડકરીએ વધુમાં કહ્યું કે આ આખા સેકશનની ઇકોસીસ્ટમ મજબૂત કરવા અને પ્રદૂષણ ઘટાડવા માટે મધ્યમ અને મોટા વૃક્ષો વાવવામાં આવશે. આ સેકશન ભારત- પાકિસ્તાન સરહદની નજીકનો હોવાથી આ માર્ગ સુરક્ષા દળો અને મીલીટરો વાહનોની ઝડપી હેરફેરમાં મદદરૂપ બનશે. 1224 કિલોમીટર લાંબો અમૃતસર-ભટીંડા-જામનગર કોરીડોર નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા 26000 કરોડના ખર્ચે બની રહ્યો છે. અને તે સપ્ટેમ્બર 2023 સુધીમાં પુરો થવાની આશા છે. તેમાંથી 915 કીલોમીટરનો કોરીડોર ગ્રીનફીલ્ડ એલાઇનમેંટ આધારિત છે જયારે બાકીનો ભાગ વર્તમાન નેશનલ હાઇવેને અપગ્રેડ કરીને તૈયાર કરાશે. આ કોરીડોર ભટીંડા, અમૃતસર, સાંગરીયા, બિકાનેર, સાંચોટ, જામનગર અને સામખીયાળી જેવા આર્થિક શહેરોને જોડશે. તે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત ચાર રાજયોમાંથી પસાર થશે. આ કોરીડોર ઉત્તરના ઔદ્યોગીક અને કૃષિ કેન્દ્રોને પશ્ર્ચિમના મહત્વના બંદરો કંડલા અને જામનગર સાથે જોડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular