વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકા પ્રવાસ શનિવાર રાત્રે પૂરો થયો છે. તેઓ ન્યૂયોર્કથી ભારત પહોંચી ગયા છે. તેની આ મુલાકાત દરમ્યાન ભારત-અમેરિકા સંબંધમાં એક નવો અધ્યાય આલેખાયો છે જેમાં કલા અને સંસ્કૃતિનો પણ સમાવેશ થાય છે. મુલાકાત દરમ્યાન અમેરિકન જો બાઇડેને વડાપ્રધાન મોદીને એક ખાસ ભેટ આપી છે જેમાં 157 કલાકૃત્તિ અને પુરાવશેષનો સમાવેશ થાય છે. જે પૈકી 71 પ્રાચિન કલાકૃત્તિ સાંસ્કૃતિક છે. જયારે અન્ય નાની-નાની મૂર્તિઓ પણ છે. જેમનો સંબંધ હિન્દુ, બૌધ્ધ અને જૈન ધર્મ સાથે છે.
તેમાં લક્ષ્મીનારાયણ, ભગવાન બુધ્ધ,વિષ્ણુ, શિવ-પાવર્તી અને 24 જૈન તીર્થકરોની ભંગીમાઓનો સમાવેશ થાય છે. આ પ્રાચિન વિરાસત લઇને વડાપ્રધાન ભારત આવી પહોંચ્યા છે. આ કલાકૃતિઓ અનેક સદી જૂની છે, જે દાણચોરી કરીને અમેરિકા લઈ જવામાં આવી હતી.