Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયએમેઝોને યુઝર્સ પાસેથી પરત ખેંચી આ સુવિધા

એમેઝોને યુઝર્સ પાસેથી પરત ખેંચી આ સુવિધા

- Advertisement -

કિન્ડલ એ લોકપ્રિય ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોનની સૌથી વધુ વેચાતી વસ્તુ છે. જેના પર તમે પુસ્તકો, સામયિકો, અખબારો અને અન્ય સામગ્રી વાંચી શકો છો. તાજેતરમાં સુધી, તમે કિન્ડલ ઉપકરણ વિના પણ એન્ડ્રોઇડ ઉપકરણો પર પુસ્તકોના કિન્ડલ વર્ઝન લઇ શકતા હતા. પરંતુ હવેથી આવું નહી થાય.

- Advertisement -

અગાઉ એમેઝોન દ્વારા કોઈ પણ પુસ્તકનું કીન્ડલ વર્ઝન ડાઉનલોડ કરી શકાતું હતું. પરંતુ હવે એમેઝોને યુઝર્સ પાસેથી આ વિકલ્પ છીનવી લીધો છે. હવે તમને કિન્ડલ ડીવીઝ પર જ પુસ્તકનું કિન્ડલ સંસ્કરણ મળશે, તમે તેને તમારા એન્ડ્રોઇડ ડીવાઈસ પર વાંચી શકશો નહીં. આનો અર્થ એ છે કે હવે જો તમે તમારા ડીવાઈઝ પર કિન્ડલ બુક ખરીદવાનો પ્રયાસ કરશો, તો તમને નવી સ્ક્રીન પર લઈ જવામાં આવશે. અહીં તમને લખેલું દેખાશે કે તમે તમારા એન્ડ્રોઇડ ડિવાઇસ પર કિન્ડલ બુક ખરીદી શકતા નથી.

જેવી જ તમે આ વિકલ્પને પસંદ કરવાનો પ્રયાસ કરશો, તમને તમારા ઉપકરણની સ્ક્રીન પર એક સંદેશ દેખાશે જેમાં લખેલું હશે કે ગુગલ પ્લે સ્ટોરની પોલીસીને કારણે તમે એપ પર નવો કન્ટેન્ટ ખરીદી શકશો નહી. આ માટે તમારે એપ પર રીડિંગ લિસ્ટ તૈયાર કરવું પડશે અને પછી તેને એમેઝોનની વેબસાઈટ પરથી ખરીદવું પડશે.

- Advertisement -

અને જો તમે એમેઝોનથી કિન્ડલ બુક ખરીદવા માંગો છો તો હવે તમે આ તમારા બ્રાઉઝરથી, તમારા લેપટોપ અથવા ડેસ્કટોપ દ્વારા કરી શકો છો. પ્રથમ, તમારા લેપટોપના બ્રાઉઝર પર ‘amazon.com’ લખો, પછી સ્ક્રીનની ઉપર ડાબી બાજુએ મેનૂ ખોલો અને ‘Kindle e-readers and e-books’ વિકલ્પ પસંદ કરો. અહીં કિન્ડલ બુક સ્ટોરમાં, તમારી પસંદગીનું પુસ્તક પસંદ કરો અને પછી ‘હવે ખરીદો’ વિકલ્પ પસંદ કરી શકો છો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular