ભારત માટે એક મોટી આપત્તિ બની ગયેલા કોરોના વાયરસના સકંજા માંથી બહાર આવ્યા પછી, ઘણા દર્દીઓ મ્યુકોરમાયકોસિસ એટલે કે બ્લેક ફંગસથી પીડિત છે. આ નવો રોગ કોરોના દર્દીઓ માથાનો દુખાવો બની ગયો છે. પરંતુ હવે એક એવા સમાચાર સામે આવ્યા છે જેમાં કોરોના થયો ન હોવા છતાં પણ લોકો બ્લેક ફંગસનો ભોગ બની રહ્યા છે. પંજાબમાં અત્યાર સુધીમાં બ્લેક ફંગસના 158 થી વધુ દર્દીઓ નોંધાયા છે. પરંતુ તે પૈકી 32 દર્દીઓ એવા છે કે જેમને કોરોના થયો નથી.
એવું માનવામાં આવી રહ્યું છે કે કોરોના થયો હોય તેમને સ્ટીરોઇડ આપવામાં આવ્યા છે.જેના કારણે તેઓ બ્લેક ફંગસનો શિકાર બન્યા છે. પરંતુ ડોકટરો કહે છે કે આ 32 દર્દીઓ એવા છે જેમને અન્ય રોગોની સારવાર દરમિયાન સ્ટીરોઇડ આપવામાં આવ્યા હતા. માટે એવું નથી કે કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓમાં જ બ્લેક ફંગસના લક્ષણો જોવા મળે.
બ્લેક ફંગસને લઇને પંજાબના નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરાયેલા ડો.ગગનદીપ સિંહે જણાવ્યું છે કે જે પણ વ્યક્તિની ઈમ્યુનીટી નબળી હોય તેને આ રોગ થવાનું જોખમ છે. બ્લેક ફંગસએ ચેપી રોગ નથી અને જો સમયસર તેની ઓળખ કરવામાં આવે તો તેની સારવાર શક્ય છે. જેને કોઇપણ રોગની સારવાર દરમિયાન વધુ સ્ટીરોઈડ આપવામાં આવ્યા છે તે બ્લેક ફંગસનો શિકાર બની શકે છે. મોટા ભાગના કેસોમાં જેની ઈમ્યુનીટી ઘણી ઓછી હોય તેવા કિસ્સાઓમાં જ વ્યક્તિને બ્લેક ફંગસ થવાની શક્યતાઓ છે.