Monday, January 12, 2026
Homeરાજ્યગુજરાતઇ-કોમર્સમાં શહેરોની સાથે ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારો પણ આગળ

ઇ-કોમર્સમાં શહેરોની સાથે ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારો પણ આગળ

રાજયમાં ખરીદદારો ઇ-કોમર્સ પર ઓફરની રાહ જોઇ રહ્યા હોય છે

- Advertisement -

કોરોના મહામારીના કારણે ઇ-કોમર્સ પ્લેટફોર્મનો વ્યાપ ઝડપી વધ્યો છે. દેશમાં 4-5 મોટા ઇ-કોમર્સ પ્લેયરનો ગ્રોથ છેલ્લા એક વર્ષમાં 30-40 ટકાના દરે વધ્યો છે. કંપનીઓ માટે ગુજરાત મહત્વનું માર્કેટ બની ચૂક્યું છે. દેશના કુલ 4 અબજ ડોલરના માર્કેટમાંથી ગુજરાતનો હિસ્સો 8 ટકા એટલે અંદાજે 0.32 અબજ ડોલર પહોંચ્યું છે. ઇન્ટનેટના વધતા વ્યાપથી ગ્રામ્ય વિસ્તારમાંથી ક્ધઝ્યુમર ઝડપી વધી રહ્યાં છે. એમએસએમઇ તથા રિટેલ ટ્રેડર્સને સાથે જોડી રહ્યાં છીએ તેમ ફિલ્પકાર્ટ ગ્રૂપના વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ કોર્પોરેટ અફેર્સ ઓફિસર રજનીશ કુમારે વાતચીત દરમિયાન જણાવ્યું હતું.

રિટેલર્સ સામે ઇ-કોમર્સમાં કેટલો ગ્રોથ જોઇરહ્યાં છો? દેશનો કુલ રિટેલ માર્કેટનો હિસ્સો 850-900 અબજ ડોલરનો છે તેની તુલનામાં ઇ-કોમર્સ પ્લેટફોર્મનો હિસ્સો હજુ માત્ર 4-5 ટકા પર જ પહોંચ્યો છે. ભારતમાં હજુ કોમર્સ સેગમેન્ટનો ઉદય થઇ રહ્યો છે. મહામારીમાં પણ આ સેગમેન્ટમાં ઝડપી ગ્રોથ રહ્યો છે અને આવનાર વર્ષોમાં વાર્ષિક ધોરણે 40-50 ટકાના દરે માર્કેટ ગ્રોથની અપેક્ષા છે. ઇરિટેલ માર્કેટ નાણાકીય વર્ષ 26 સુધીમાં વધીને 120-140 અબજ ડોલર થવાની ધારણા છે.

- Advertisement -

દેશમાં કુલ ઇ-કોમર્સના માર્કેટમાં ગુજરાતનો હિસ્સો અંદાજે 7-8 ટકા જેટલો એટલે કે 0.32 અબજ ડોલર પહોંચ્યું છે. ગુજરાતી ભાષામાં એપ્લિકેશન રજૂ કરી ગુજરાતના શહેરી વિસ્તાર બાદ ગ્રામ્ય વિસ્તારને વધુને વધુ સાંકડી લેવાનો પ્રયાસ કંપનીઓ દ્વારા થઇ રહ્યો છે. ખરીદી માટે ગુજરાતીઓ ઓફરની રાહ જોતા હોય છે.

ઇ-કોમર્સ પ્લેટફોર્મ ટ્રેડર્સ, સ્ટાર્ટઅપ, હોમ પ્રોડક્ટ, ગૃહ ઉદ્યોગોને પોતાની પ્રોડક્ટ પ્લેટફોર્મ પર લાવવા માટે આગળ લાવી રહ્યાં છે. દેશમાં કુલ સેલર્સમાં ગુજરાતના સૌથી વધુ સંખ્યામાં સેલર્સ છે જે બીજા ક્રમે રહ્યાં છે આ ઉપરાંત વપરાશકર્તામાં ગુજરાત ત્રીજા ક્રમનું માર્કેટ છે.

- Advertisement -

ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર પહેલી વખત ખરીદનાર ગ્રાહકો બૂક્સને પસંદ કરે છે ત્યાર બાદ ગ્રોસરી અને ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ અપનાવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટ્રેન્ડ બદલાયો છે. ગ્રાહકો ફેશન ઇન્ડસ્ટ્રીઝને સૌથી વધુ પ્રાધાન્ય આપવા લાગ્યા છે. ગયા વર્ષની તહેવારોની સીઝનમાં 100 ટકા વૃદ્ધિ જોવા મળી છે, જેમાં ચાર મિલિયન ગ્રાહકોએ આ કેટેગરીમાં 30 મિલિયન વસ્તુઓની ખરીદી કરી છે.

ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા થઇ રહેલી પ્રોડક્ટ નિકાસમાં ગુજરાત મહત્વનું માર્કેટ છે. ઇ-કોમર્સ કંપનીએ એમએસએમઇ તથા રાજ્ય સરકાર સાથે મળીને ગુજરાતી પ્રોડક્ટની નિકાસમાં ઉત્સાહ દાખવ્યો છે. ગુજરાતી પ્રોડક્ટની નિકાસ 10 અબજ ડોલર લઇ જવાના લક્ષ્યાંકમાં અત્યારે એક ટકા સિધ્ધી મેળવી છે. કચ્છી, સુરતી, સૌરાષ્ટ્રની અનેક હોમમેડ, ભરત-નકશીકામ, માટીકામ, ટ્રેડિશનલ વર્કની મોટા પાયે માગ આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular