ગુજરાત રાજ્યના ગૃહવિભાગ દ્વારા પોલીસ વિભાગને આધુનિક બનાવવા માટેના પ્રયાસો અંતર્ગત આજે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પોલીસ પ્રજાની સુખાકારી માટે ઝડપી અને સારીરીતે પેટ્રોલિંગ કરી શકે તે માટે 11 વેન ની ફાળવણી કરવામાં આવતા દ્વારકા પોલીસ દ્વારા આ વાહનોની શાસ્ત્રોક વિધિ મુજબ પૂજાઅર્ચના કરી પેટ્રોલિંગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જીલ્લો નવો બન્યા બાદ રાજ્યના ગૃહવિભાગ દ્વારા આ જીલ્લાની પ્રજાની સુખાકારી જળવાઈ રહે તે માટે 6 PCR વેન, 5 સાદી બોલેરો વેન અને 8 બાઈક ફાળવવામાં આવ્યા હતા. આ વાહનોની આજે દેવભૂમિ દ્વારકાનાં પોલીસવડા સુનીલ જોશી ની સુચનાથી ડીવાઈએસપી. સમીર સારડા, હીરેન્દ્ર ચોધરી, ચેતન ખટાણા અને એસઓજી પીએસઆઈ એ.ડી.પરમાર, મંદિર સુરક્ષા પીએસઆઈ જી.જે.ઝાલા અને સ્ટાફ દ્વારા દ્વારકાધીશ મંદિર નજીક આવેલા શંકરાચાર્ય શારદાપીઠ પરિસરમાં બ્રામ્હણના હસ્તે શાસ્ત્રોક વિધિ અનુસાર પૂજાઅર્ચના કરવામાં આવી હતી. અને આ વાહનોને આજ્થીજ પેટ્રોલિંગ માટે રવાના કરવામાં આવ્યા હતા. પોલીસનો મુખ્ય ઉદેશ પ્રજાની સુખાકારી જળવાઈ રહે તે માટે સતત પેટ્રોલિંગ કરી પ્રજાની સુરક્ષા માટે હમેશા તૈયાર રહેવાનો છે.
ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા દેવભુમિ દ્વારકા પોલીસને વાહનોની ફાળવણી
6-પીસીઆર અને 5 મોબાઇલ વેન તથા 8 બાઇક પેટ્રોલીંગ માટે અપાઇ : પોલીસ વડા સુનિલ જોષીની સુચનાથી Dysp સમીર સારડા, હિરેન્દ્ર ચૌધરી, ચેતન ખટાણા દ્વારા પ્રજાની સુખાકારી માટે શાસ્ત્રોક વિધિ કર્યા બાદ પેટ્રોલીંગનો પ્રારંભ