Monday, December 8, 2025
Homeરાજ્યગુજરાતઅમદાવાદમાં બ્લેક ફંગસના તમામ વોર્ડ ફૂલ, વ્હાઈટ ફંગસના 7 કેસ નોંધાતા ફફડાટ

અમદાવાદમાં બ્લેક ફંગસના તમામ વોર્ડ ફૂલ, વ્હાઈટ ફંગસના 7 કેસ નોંધાતા ફફડાટ

જાણો વ્હાઈટ ફંગસના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાય

કોરોનાના કેસ તો ઘટ્યા પણ મ્યુકોરમાઈકોસિસના વધતા કેસ ચિંતાનો વિષય બની ગયા છે. મ્યુકોરમાઈકોસિસ સામે લડવા તંત્ર તો સજ્જ છે પણ તે માટે દવારૂપી હથિયારો ઓછા પડી રહ્યા છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.અમદાવાદ સિવિલમાં મ્યુકોરમાઈકોસિસના તમામ 8 વોર્ડ ભરાઈ ગયા છે અને સિવિલમાં તાત્કાલિક નવા વોર્ડ ઉભા કરવા પડે તેવી સ્થિતિ થઈ છે. ગુજરાતમાં 1200થી વધારે મ્યુકોરમાઈકોસિસના દર્દી સારવાર હેઠળ છે.

- Advertisement -

કોરોના ત્યારબાદ બ્લેક ફંગસ અને હવે વ્હાઈટ ફંગસના કેસો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં વ્હાઈટ ફંગસના 7દર્દીઓ સારવાર હેઠળ છે. મ્યુકરમાયકોસિસ એવા લોકોને થાય છે જે કોરોનાથી સ્વસ્થ થયા હોય પરંતુ વ્હાઈટ ફંગસ કોરોના ન થયો હોય તેવા દર્દીઓને પણ થાય છે. જે પૈકી અસરવા સિવિલમાં 4, સોલા સિવિલમાં 2 કેસ અને ખાનગી હોસ્પિટલમાં એક દર્દી દાખલ છે.

શુ છે વ્હાઈટ ફંગસના લક્ષણો ?

- Advertisement -

કોઈપણ ફૂગ સ્વસ્થ તંદુરસ્ત માણસને ગંભીર રોગ પેદા નથી કરી શકતી. જ્યારે પણ શરીરમાં અન્ય રોગ થકી રોગપ્રતિકારક શક્તિ ઘટે ત્યારે જ બ્લેક ફંગસ કે વ્હાઈટ ફંગસ ફેલાય છે.

આ વ્હાઇટ ફંગસ આંખ, ફેફસા કે બ્રેઇન જ નહી દરેક અંગ પર અસર કરે છે. તબીબી ભાષામાં આ વ્હાઇટ ફંગસને કેંડિડા કહેવામાં આવે છે જે લોહી દ્વારા શરીરના દરેક અંગ સુધી પહોંચે છે. 

- Advertisement -

બ્લેક ફંગસ કોરોના સંક્રમિત દર્દીઓમાં વધારે જોવા મળી રહી છે જયારે વ્હાઇટ ફંગસ કોરોના સંક્રમિત ના હોય તેવી વ્યકિતઓને પણ પ્રભાવિત કરી રહી છે. વ્હાઇટ ફંગસ બીમારીના લક્ષણો કોરોના સંક્રમણને મળતા આવે છે આથી ગફલત ઉભી થાય છે. 

 ફેફસાંમાં સંક્રમણ ફેલાતા શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

એન્ટી ફંગલ દવાઓથી ઇલાજ થઇ શકે છે પરંતુ શરુઆતમાં જ રોગ ધ્યાનમાં આવવો જરુરી છે.

વ્હાઈટ ફંગસ દ્વારા ફેફસાના સંક્રમણના લક્ષણ એચઆરસીટીમાં કોરોના જેવા જ દેખાય છે. જેમાં તફાવત કરવો મુશ્કેલ બની જાય છે. આવા દર્દીઓમાં રેપિડ એન્ટીજન અને આરટી-પીસીઆર નેગેટિવ આવે છે. 

વ્હાઈટ ફંગસના પણ એ જ કારણ છે જે બ્લેક ફંગસના છે જેમ કે રોગ પ્રતિકારક શક્તિની કમી. ડાયાબિટિસ, એન્ટીબાયોટિકનું સેવન કે પછી સ્ટેરોઈડનું લાંબા સમય સુધી સેવન.

વ્હાઇટ ફંગસનો રોગ દર્દીનાં શરીરનાં વિવિધ અંગો જેવા કે- ફેફસાં, ચામડી, નખ, મોઢાની અંદરનો ભાગ, પેટ, આંતરડાં, કિડની, ગુપ્તાંગ અને મગજને પણ સંક્રમિત કરે છે. 

ઓક્સિજન સપોર્ટ પર રહેલા દર્દીઓનાં ફેફસાં પણ વ્હાઈટ ફંગસ રોગથી સંક્રમિત થઈ શકે છે. 

ફંગસથી બચવાના ઉપાય

સ્વસ્થ હો તો બિન જરૂરી ચિંતા ન કરવી

તંદુરસ્ત માણસોએ પોતાની તંદુરસ્તી જાળવવા પર ધ્યાન આપવું

શરીરની સ્વચ્છતા ખૂબ જરૂરી બને છે. નખ, વાળ, ત્વચાની ચોખ્ખાઈ જરૂરી છે.

ડાયાબિટીસના દર્દીઓ સુગર નિયંત્રણ માં રાખે. જરૂરી હોય ત્યારે ફિઝીશ્યન કે ડાયેટિશ્યનની મદદ લેવી

ઘરમાં છત કે દીવાલ પર સતત ભેજ કે ફૂગ હોય તો દૂર કરાવો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular