રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં અમરિકા સક્રિય ભૂમિકા નીભાવી રહી છે. અમેરિકાએ યુદ્ધમાં તેમની સેના મોકલી નથી પરંતુ તેમના તરફથી રશિયા પર ઘણાં કડક પ્રતિબંધો લગાવાવમાં આવ્યા છે. થોડા દિવસ પહેલાં રાષ્ટ્રપતિ બાઈડને રશિયા માટે એરસ્પેસ બંધ કરી દીધું હતું. પરંતુ હવે અમેરિકા તરફથી રશિયાને એક પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં તમામ પ્રતિબંધો હટાવવાની વાત કરી છે. અમેરિકાએ કહ્યું છે કે, જો રશિયન સેના યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરી દેશે તો તેમના પર લગાવવામાં આવેલા તમામ પ્રતિબંધો હટાવવામાં આવશે. પરંતુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, યુક્રેન પર શરૂ કરવામાં આવેલી કાર્યવાહી રોકવી પડશે. જોકે આ પ્રસ્તાવ વિશે હજી રશિયા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જોકે આવુ પહેલીવાર છે જ્યારે અમેરિકાએ આગળ આવીને રશિયાને આવી ઓફર આપી છે. અત્યારે રશિયાએ અમેરિકા પર ઘણાં પ્રતિબંધો લગાવ્યા છે. અન્ય દેશોએ પણ રશિયાએ પર ઘણાં પ્રતિબંધો લગાવ્યા છે. આ પ્રતિબંધોના કારણે રશિયાની સંપૂર્ણ અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે. પરંતુ અમેરિકાએ આ ડૂબતી અર્થવ્યવસ્થાને બચાવવા માટે રશિયન રાષ્ટ્રપતિને ઓફર આપી છે.
રશિયન સેના તરફથી યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પ્લાન્ટ પર હુમલો કરવામાં આવ્યો છે. તેના કારણે ત્યાંની એડ્મિનિસ્ટ્રેટિવ ઓફિસમાં આગ લાગી છે. રિએક્ટર્સને સુરક્ષીત કરી દેવામાં આવ્યું છે અને આગ પર નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન ચાલુ છે. આ હુમલા પછી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી છે અને બ્રીટનના વડાપ્રધાન બોરિસ જોનસને સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડો બાઈડનના પ્રશાસને તેમના દેશમાં રહેતા યુક્રેનના લોકો માટે માનવીય સહાયતાની રજૂઆત કરી છે. સંઘીય કાર્યક્રમ ’ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ’ અંતર્ગત યુક્રેનના નાગરિકો 18 મહિના સુધી તેમના દેશમાં રહી શકે છે. અમેરિકન પ્રશાસને કહ્યું છે કે, યુક્રેનમાં રશિયાના ચાલતા આક્રમણના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુદ્ધના કારણે એક મોટું માનવીય સંકટ ઉભુ થયું છે. જેના કારણે 10 લાખથી વધારે લોકોએ તેમનો દેશ છોડી દીધો છે.
અમેરિકાની બાઈડેન સરકારે રશિયન હુમલામાં યુક્રેનની મદદ કરવા 10 અબજ ડોલર અને કોરોના વાયરસ સંક્રમણ મહામારી સામે લડવા માટે 22.5 અબજ ડોલરનું વધારાનું ફંડ માંગ્યું છે. દેશના બજેટમાં આ બંને માંગણી સામેલ કરવા વિશે ચર્ચા ચાલી રહી છે. વ્હાઈટ હાઉસ ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટના કાર્યવાહક નિર્દેશક શાલાંદ યોંગે ગુરુવારે બ્લોગ પોસ્ટમાં આ રકમની જરૂરિયાત હોવાની વાત કરી છે. આ બંને માંગણીની કુલ રકમ કોંગ્રેસ દ્વારા નક્કી કરેલા બજેટ કરતા વધારે છે. અમેરિકન સંસદ હાલના બજેટ પર ચર્ચા કરીને 11 માર્ચ સુધી તે ફાઈનલ કરવા માંગે છે.