Saturday, December 21, 2024
Homeસ્પોર્ટ્સઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશાના લગ્નજીવનમાં ભંગાણ....?????

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશાના લગ્નજીવનમાં ભંગાણ….?????

- Advertisement -

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા માટે હાલમાં ખુબ ખરાબ સમય પસાર થઇ રહ્યો હોય તેવું લાગે છે. હાલમાં જ IPLમાં તેમની કપ્તાની હેઠળ મુંબઈ ઇન્ડિયન્સના ખરાબ પ્રદર્શન માટે તેની ખુબ ટીકા થઇ રહી હતી તે દરમ્યાન તેમનું અંગત જીવન પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે. Reddit પર આવેલ એક પોસ્ટ બાદ હાર્દિક અને તેની પત્ની નતાસા સ્ટેનકોવિક વચ્ચેનો સંબંધ મુશ્કેલીમાં હોવાની અટકળો ચાલી રહી છે.

- Advertisement -

હાલમાં જ નતાસા સ્ટેનકોવિકએ તેનું સોશિયલ મીડિયા પર નામમાંથી નતાસા સ્ટેનકોવિક પંડ્યામાંથી પંડ્યા હટાવી દીધું છે, તેમજ IPL દરમ્યાન પણ તે એક પણ મેચમાં દેખાઈ ન હતી. છેલ્લા ઘણા સમયથી તેમના સોશિયલ મીડિયા પર એકબીજા માટે કોઈ પોસ્ટ પણ કરવામાં નથી આવી અને 4 માર્ચે નતાશાના જન્મદિવસ પર પણ હાર્દિક તરફથી કોઈ પોસ્ટ કરવામાં નથી આવી જેથી બંને વચ્ચે કોઈ મુશ્કેલી હોવાનું જણાઈ રહ્યું છે.

સોશિયલ મીડિયામાં તો અમુક એકાઉન્ટ પરથી બન્નેના ડિવોર્સની પણ વાતો કરવામાં આવી રહી છે જોકે આ વાતની હજુ સુધી કોઈ આધિકારિક ઘોષણા નથી કરવામાં આવી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular