જામનગર શહેરમાં લોહાણા સમાજના આરાધ્યદેવ ભગવાન રામચંજીના જન્મોત્સવની ઉજવણી માટે છેલ્લા 9 વર્ષથી સતત કાર્યરત શ્રી રામચંજી પ્રાકટય મહોત્સવ સમિતિના તમામ સભ્યોએ આ વર્ષથી સ્વૈચ્છીક નિવૃત્તિ સ્વિકારી યુવા પેઢીને સુકાન સોંપવાનો સરાહનિય નિર્ણય ર્ક્યો છે.

જામનગર શહેરમાં લોહાણા સમાજ દ્વારા આગામી તા. 6ના 2ોજ રામનવમીની ઉજવણી માટે જીતુભાઈ લાલ દ્વારા શહરના સમસ્ત લોહાણા સમાજની બેઠકનું આયોજન તા.24ના રાત્રે લોહાણા મહાજનવાડી ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત શ્રી રામચંજી પ્રાકટય મહોત્સવ સમિતિના તમામ સભ્યો જીતુભાઈ લાલ, રમેશભાઈ દત્તાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, ભરતભાઈ કાનાબા2, નિલેષભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતીયા, મધુભાઈ પાબારી અને મનિષભાઈ તન્નાએ આ વર્ષની રામજન્મોત્સવની ઉજવણીનું સુકાન યુવા પેઢીને સોંપવા માટે સામૂહિક સ્વૈચ્છીક નિવૃતિ સ્વિકારવાની જાહેરાત કરી હતી. આ સમિતિના એક સદસ્ય રાજુભાઈ હિંડોચાનું નિધન થયેલું છે, એ સિવાયના સમિતિના તમામ સભ્યોએ કરેલી આ જાહેરાતને ઉપસ્થિત સૌએ વધાવી લીધી હતી. નિવૃત થઈ રહેલા સૌ સભ્યો હવે સ્થાપક સભ્યો તરીકે શ્રી 2ામચંજી પ્રાકટય મહોત્સવ સમિત્તિના માર્ગદર્શક રૂપે સેવા આપશે તેવું નકકી કરવામાં આવ્યું છે.
જામનગર લોહાણા મહાજનના પ્રમુખપદની જવાબદા2ી સતત 21 વર્ષ સુધી સંભાળ્યા પછી જીતુભાઈ લાલે આ પદને સ્વૈચ્છીક રીતે છોડી નવી પેઢીને જામનગર લોહાણા મહાજનનું સુકાન સોંપ્યું હતું એ ઉપ2ાંત છેલ્લા પચીસ-પચીસ વર્ષથી જામનગર શહેરમાં જલારામ જયંતિ પ્રસંગે લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન (નાત)નું આયોજન કરતી જલારામ જયંતિ મહોત્સવ સમિતિની જવાબદારી પણ સ્વૈચ્છીક રીતે છોડીને તમામ 13 નવયુવાન સભ્યોને આ જવાબદારી સુપ્રત કરી આપી છે. એ પછી હવે શ્રી રામચંજી પ્રાકટય મહોત્સવ સમિતિના સદસ્યો તરીકે નવી યુવા પેઢીની નિમણુંક કરવામાં આવેલ છે. આ સમિતિના નવા સભ્યો તરીકે જેની ઉંમર 19 થી 2પ વર્ષ સુધીની જ યુવાનોને લેવા નિર્ણય કરવામાં આવતાં અને નવી સમિતિના સદસ્યો તરીકે માધવ પાર્થભાઈ સુખપરિયા, અપૂર્વ પરેશભાઈ કારીયા, જય વિજયભાઈ રાચાણી, પાર્થ મુકેશભાઈ નથવાણી, આયુષ અશ્વીનભાઈ પોપટ, કબીર કોમલભાઈ વિઠલાણી, ર્ક્તવ્ય સંજયભાઈ સુચક, સુજલ વિનોદભાઈ ખાખ2ીયા, આદિત્ય મનીષભાઈ મજીઠીયા, શ્યામ હિમાંશુભાઈ કુંડલીયા, દેવ ભાવેશભાઈ જોબનપુત્રા, સત્યમ રૂપેનભાઈ તન્ના અને અંક્તિ જયેશભાઈ મહેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આજના સમયમાં જયારે સામાજીક-સ્વૈચ્છીક સંસ્થાઓમાં પદ લેવા માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે તેવા સમયે રઘુવંશી સમાજની આ સંસ્થાના તમામ સભ્યોએ જવાબદારીમાંથી સ્વૈચ્છીક રીતે મુક્ત થઈને યુવા પેઢીને સુકાન સોંપવાનો કરેલો નિર્ણય દ્રષ્ટાંતરૂપ બની રહ્યો છે.