જામનગરમાં રાજપૂત ક્ષત્રિય મહિલાઓના વિવિદ્ધ મંડળો કાર્યરત છે જ, તે સર્વેને એક છત્ર નીચે એકજુટ કરી, વ્યાપ વધારી વધુ સક્રિય કરવાના ઉદેશથી અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાની ગુજરાત પ્રદેશ સમિતિ તરફથી આ સમિતિના પ્રમુખ ગોવુભા ડાડાની અધ્યક્ષતામાં જામનગર સ્થિત રાજપૂત સમાજના ભવનમા તા.26 નવેમ્બરના રોજ સભા યોજવામા આવી હતી. આ સભામા જામનગરના ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા, જામનગર રાજપૂત સેવા સમાજના પ્રમુખ પ્રતાપસિહજી જાડેજા, જાણીતા ઉધોગપતિ સરદારસિંહજી જાડેજા અને મહેન્દ્રસિહજી જાડેજા, નિવૃત તાલુકા વિકાસ અધિકારી અને આ સંસ્થાના સંરક્ષક પ્રવિણસિંહજી જાડેજા, આ સંસ્થામા જામનગર જિલ્લા પ્રમુખ તરિકે સેવા આપતા પ્રવિણસિંહ જાડેજા, ભરતસિંહજી જાડેજા, રાજપૂત અગ્રણી દિગ્વિજયસિંહ જાડેજા, હિતુભા જાડેજા, ઘનશ્યામસિંહ ઝાલા, દિગુભા જાડેજા, હરપાલસિંહ જાડેજા વગેરે રાજપૂત આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહી માતૃશક્તિના સંગઠન કાર્યને શુભેચ્છા સાથે પ્રોત્સાહિત કર્યા હતા.
આ સભા દરમ્યાન આ સંગઠનની મહિલા પાંખમાં નિયુક્તિ પત્રો આપવામા આવ્યા હતા.અ. ભા. ક્ષ.મહાસભા, ગુજરાત પ્રદેશ સમિતિ મહિલા પાંખના સદસ્ય તરીકે હર્ષાબા પ્રવિણસિંહ જાડેજા (કોર્પોરેટર) તથા નયનાબા વિક્રમસિંહ પરમાર, અ. ભા. ક્ષ.મહાસભા જામનગર શહેર પ્રમુખ તરીકે ચંદ્રિકાબા હિતેન્દ્રસિંહ રાણા તથા જિલ્લા પ્રમુખ તરીકે પ્રતિક્ષાબા દિગ્વિજયસિંહ જાડેજા, અ. ભા. ક્ષ.મહાસભાના જામનગર શહેર મહિલા પાંખના સંરક્ષક પદે આનંદબા મહેન્દ્રસિંહ જાડેજા તથા વર્ષાબા ચંદ્રવિજયસિંહ રાણાની નિમણુંક કરવામાં આવી છે.