Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયઆવતીકાલથી તમામ કોલ રેકોર્ડીંગ એપ્સ થઇ જશે બંધ

આવતીકાલથી તમામ કોલ રેકોર્ડીંગ એપ્સ થઇ જશે બંધ

- Advertisement -

જો તમે ફોનમાં કોલ રેકોર્ડિંગ એપનો ઉપયોગ કરો છો, તો સાવચેત રહો, કારણ કે આવતીકાલે એટલે કે 11 મે પછી તમે ફોન પર કોલ રેકોર્ડિંગ એપનો ઉપયોગ કરી શકશો નહીં. કારણ કે ગૂગલે તેની પોલિસી બદલી છે, જેથી આ અંતર્ગત, 11 મેથી એપ ડેવલપર્સ માટે થર્ડ પાર્ટી કોલ રેકોર્ડિંગ ફીચરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લાગશે.

- Advertisement -

ગૂગલ દ્વારા થર્ડ પાર્ટી કોલ રેકોર્ડિંગ બંધ કરવાનું કારણ સુરક્ષા કારણો હોવાનું માનવામાં આવે છે. આને ધ્યાનમાં રાખીને ગૂગલ દ્વારા થર્ડ પાર્ટી કોલ રેકોર્ડિંગ એપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગૂગલ એન્ડ્રોઇડ 10 આધારિત સ્માર્ટફોનમાં, કોલ રેકોર્ડિંગ એપ્લિકેશન ગુગલ દ્વારા પહેલાથી જ બ્લોક કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે ગૂગલે હાલમાં જ ગૂગલ પ્લે સ્ટોરના નિયમોમાં ફેરફાર કર્યો છે. ગૂગલની નવી પોલિસી અનુસાર, એપને લાંબા સમય સુધી પ્લે સ્ટોર પર કોલ રેકોર્ડિંગ માટે API એક્સેસની મંજૂરી આપવામાં આવશે નહીં. જો કે, એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ પહેલાની જેમ ઇન-બિલ્ટ કોલ રેકોર્ડિંગ એપનો ઉપયોગ કરી શકશે. જો સ્માર્ટફોનમાં ઇનબિલ્ટ કોલ રેકોર્ડર નહી હોય  તો તે વપરાશકર્તાઓ 11 મે પછી ફોનમાં કૉલ રેકોર્ડ કરી શકશે નહીં. એટલે કે જે યુઝર્સ થર્ડ પાર્ટી એપ્સ દ્વારા કોલ રેકોર્ડ કરતા હતા, તેઓ 11 મે પછી ફોનમાં કોલ રેકોર્ડિંગ કરી શકશે નહીં. આ પોલીસીના લીધે True caller એ પણ નિર્ણય

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular