હવામાન વિભાગ દ્વારા કરાયેલી વાવાઝોડાની આગાહીને ધ્યાને લઇ સલામતીના ભાગરુપે તમામ બોટો બંદર ઉપર પરત આવી છે.
હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જેને લઇ જામનગરમાં મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા દરીયામાં માછીમારી માટે ગયેલ તમામ બોટોને તાત્કાલિક અસરથી પરત બોલાવી લેવા તથા દરીયો ન ખેડવા જણાવાયું છે. આ ઉપરાંત માછીમારી ઉપર પ્રતિબંધ મૂકી ટોકન ઇસ્યૂ કરવાનું પણ બંધ કરવામાં આવ્યું છે. જેથી તમામ બોટો બંદર ઉપર પરત ફરી છે. બેડીબંદર ઉપર અંદાજે 400 જેટલી બોટ પરત ફરી છે. તેમજ પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છ.ે તા. 22 મેથી 1 જૂન સુધી દરીયામાં વાવાઝોડાની આગાહીને પગલે તમામ બોટ પરત આવી છે.


