જામનગરના અલિયાબાળા ગામમાં રહેતાં 22 વર્ષના યુવકનું કેન્સરની બિમારી સબબ મૃત્યુ નિપજયું હતું.
જામનગર જિલ્લાના અલિયાબાળા ગામમાં રહેતાં ગંભીરસિંહ કનુભા જાડેજા(ઉ.વ.22)નામના યુવાનને છેલ્લાં અઢી વર્ષથી મોઢાનું કેન્સર થયું હોય તેની ભાવનગર તથા જામનગરની હોસિપટલમાં સારવાર ચાલુ હોય આ દરમ્યાન વધુ તબિયત ખરાબ થતાં ગઇકાલે સવારે જી.જી.હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. આ દરમ્યાન જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તબિબોએ તેમનું મૃત્યુ નિપજયાનું જાહેર કર્યું હતું. આ અંગેની ક્રિયાલસિંહ દ્વારા પોલીસને જાણ કરાતા હેકો.એચ.પી.પાંડવ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃત્દેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.