Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયએલર્ટ : એક જૂનથી બદલાઇ જશે ઘણાં નિયમો

એલર્ટ : એક જૂનથી બદલાઇ જશે ઘણાં નિયમો

- Advertisement -

1 જૂનથી બેન્કિંગ, ઈન્કમટેકસ ઈ-ફાઈલિંગથી લઈને ગેસ સિલિન્ડર સાથે જોડાયેલ અનેક નિયમોમાં ફેરફાર થઈ જશે. બેંક ઓફ બરોડા 1 જૂનથી ચેક પેમેન્ટની પદ્ધતિમાં ફેરફાર કરી રહી છે. તો સરકારી તેલ કંપનીઓ દર મહિને ગેસ સિલિન્ડરના ભાવ અપડેટ કરે છે.

- Advertisement -

પીપીએફ, એનએસસી, કેવીપી અને સુક્ધયા સમૃદ્ધિ જેવી સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજદરમાં આગામી મહિનાથી ફેરફાર થઈ રહ્યા છે. સરકાર દ્વારા દર 3 મહિને સ્મોલ સેવિંગ્સ સ્કીમના નવા વ્યાજદર લાગુ કરવામાં આવે છે. ઘણી વાર જૂના વ્યાજદરના રિવાઈઝ કરવામાં આવે છે. ગયા વર્ષે 31 માર્ચ વર્ષ 2020-21ના અંતિમ કવાર્ટર પૂર્ણ થવા પર વ્યાજદર ઘટાડીને નવા વ્યાજદર જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, ર4 કલાકમાં જ નવા વ્યાજદરને પરત ખેંચીને જૂના વ્યાજદર લાગુ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે 30 જૂનના રોજ નવા વ્યાજદર લાગુ કરવામાં આવશે.

બેંક ઓફ બરોડા 1 જૂન 2021થી ચેકથી ચૂકવણી કરવાની પદ્ધિતમાં ફેરફાર કરી રહી છે. છેતરપિંડીથી બચવા માટે બેંક ઓફ બરોડામાં પોઝિટિવ પે ક્ધફર્મેશન અનિવાર્ય કરવામાં આવ્યું છે. બેંક ઓફ બરોડાના કર્મચારીઓ જણાવે છે કે, ગ્રાહકો જયારે રૂ. 2 લાખથી વધુના ચેક જાહેર કરશે, ત્યારે પોઝિટિવ પે ક્ધફર્મેશન સિસ્ટમ હેઠળ ચેકની માહિતીને રિક્ધફર્મ કરવાની રહેશે.

- Advertisement -

1 જૂનથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે. દર મહિને ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવે છે. ઘણી વાર મહિનામાં 2 વાર ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. દિલ્હીમાં 14.2 1ના સિલિન્ડરનો ભાવ રૂ. 809 છે. 14.2 કિલોગ્રામના સિલિન્ડર સિવાય 19 કેજીના સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થવાની શકયતા છે. 1 જૂનના રોજ સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવે તે જરૂરી નથી, ઘ્યણી વાર જૂનો ભાવ પણ રાખવામાં આવે છે.

કેનરા બેંકની વેબસાઈટ પર આપેલ જાણકારી અનુસાર 1 જુલાઈથી બેંકનો 1₹5એ કોડ બદલાઈ શકે છે. સિંડીકેટ બેંકના ગ્રાહકોને 30 જૂન સુધીમાં નવા 125એ કોડ અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે. નવો 125એ કોડ જાણવા માટે કેનરા બેંકની અધિકૃત વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. ઉલ્લેખનિય છે કે કેનરા બેંક અને સિંડીકેટ બેંકને મર્જ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular