Thursday, October 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ત્રણ સ્થળોએ દારૂ અંગે દરોડા

જામનગર શહેરમાં ત્રણ સ્થળોએ દારૂ અંગે દરોડા

શંકરટેકરીમાંથી 20 બોટલ દારૂ કબ્જે : રામેશ્વરનગરમાંથી 15 બોટલ અને ચપટા કબ્જે : બન્ને શખ્સની શોધખોળ : ગાંધીનગરમાંથી દારૂની બોટલ સાથે શખ્સ ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન 20 બોટલ દારૂ કબ્જે કરી શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી 15 બોટલ દારૂ અને 76 નંગ ચપટા કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી હતી. જામનગરના ગાંધીનગર વિસ્તારમાંથી પોલીસે ચાર બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સિધ્ધાર્થ કોલોની શેરી નં.6 માં રહેતા દિપ અનિલ સોંદરવા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.10 હજારની કિંમતની દારૂની 20 બોટલો મળી આવતા દારૂ કબ્જે કરી શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. બીજો બનાવ, જામનગર શહેરમાં રામેશ્વરનગર વિનાયક પાર્ક વિસ્તારમાં રહેતાં ભરત માવજી ગુજરાતી નામના શખ્સના મકાનમાં તલાસી લેતા રૂા.7500 ની કિંમતની 15 બોટલ દારૂ અને રૂા.7600 ની કિંમતના 76 નંગ ચપટા સહિત કુલ રૂા.15,100 ની કિંમતનો દારૂ કબ્જે કરી ભરતની શોધખોળ માટે તપાસ આરંભી હતી.

ત્રીજો દરોડો, જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં પસાર થતા પાર્થ રાજેશ સોલંકી નામના શખ્સને પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2000 ની કિંમતની દારૂની ચાર બોટલ મળી આવતા પોલીસે પાર્થની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular