Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસાંધા-સ્નાયુના દુ:ખાવાથી પીડાતા દર્દીઓ માટે આલયમ રિહેબ કેર સેન્ટરનો આવતીકાલે પ્રારંભ

સાંધા-સ્નાયુના દુ:ખાવાથી પીડાતા દર્દીઓ માટે આલયમ રિહેબ કેર સેન્ટરનો આવતીકાલે પ્રારંભ

- Advertisement -

જામનગરમાં સાંધા સ્નાયુના દુખાવાથી પિડાતા દર્દીઓ માટે ઓપરેશન વગરની સારવાર માટે આલયમરિહેબ કેર સેન્ટરનોઆવતીકાલથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. હાલમાં આલયમરિહેબ કેર સેન્ટર ખીજળામંદિર નવતનપૂરી ધામ ખાતે કાર્યરત છે. જેની બીજી બ્રાન્ચ નો આવતીકાલે એન્ટિલિયા, હરિયા સ્કૂલ પાસે, ઇન્દિરા માર્ગ પર પ્રારંભ થશે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં સેન્ટરની માહિતી આપવામાં આવી હતી.

- Advertisement -

આલયમરિહેબ કેર ની નવતનપુરી ધામ ખીજડા મંદિર જામનગર મા એક બ્રાન્ચ 2 વર્ષ થી કાર્યરત છે. આલયમ રિહેબ કેર દ્વારા આસરે 125000 થી વધુ દર્દીઓ ને સાંધા સ્નાયુ ના દુખાવા માં ઓપરેશન તથા ઈન્જેકશન વગર સારવાર કરી છે તથા આ સંસ્થા મા 175 થી વધારે નિષ્ણાંત ડોકટરો ની ટીમ કાર્યરત છે. આ સંસ્થા ર આંતરાષ્ટ્રીય સેન્ટર પણ ધરાવે છે. આલયમ રિહેબ કેરના ફાઉંન્ડર અને સી.ઈ.ઓ ડો. દીપેન પટેલે જણાવ્યુ હતું કે 10 માથી 8 લોકો ને ઓપરેશન માંથી બચાવી શકાય છે. આ ઉદ્દેશ્ય થી ઈલેજરકેલમેટિવ ટેક્નોલોજીની શોધ તથા પેટન્ટ આલયમ રિહેબ કેર દ્વારા કરવામાં આવી છે. આ ટેકનોલોજી દ્વારા કોઇ પણ સાંધા-સ્નાયુનો દુખાવો જેવા કે ઘૂંટણનો વા કમર નો દુખાવો, એડીનો દુખાવો, ખંભાનો દુખાવો, ગરદનનો દુખાવો. આધાશીશીનો દુખાવો, સાઈનસનો દુખાવો, કોણીનો દુખાવો, કાંડા નો દુખાવો, સહીત સ્પોર્ટ્સ ઇન્જરીની સારવાર કરવા મા આવે છે. ઈલેજરકેલમેટિવ ટેક્નોલોજી થી થતી દુખાવાની સારવારમાં 93.7% સંતોષ કારક પરિણામ મળતુ હોય છે તથા આ સારવાર કોઇ સાઇડ ઇફેક્ટ, દુખાવા ની ગોળી કે ઓપરેશન વગર કરવામા આવે છે.

- Advertisement -

ડો. પટેલે વધુ મા જણાવ્યુ કે જામનગર તથા આજુ બાજુ ના વિસ્તાર માં ભેજનું પ્રમાણ વધારે હોવા થી 65 થી 70%લોકો સાંધા-સ્નાયુ ના દુખાવા તથા જકડણ થી પીડાતા હોય છે. આ દુખાવા થી પીડાતા દર્દી ઓ માટે ઈલેજરકેલમેટિવ ટેક્નોલોજીની સારવાર વરદાન રૂપ સાબિત થશે. આ સારવાર શરીર ની નેચરલ હીલીંગ પ્રોશેસ ને જડપી કરી દુખાવા ને મુળ માથી મટાડે છે. આલયમ રિહેબ કેર – જામનગર ના નિષ્ણાત ડોકટરો ની ટીમ 4-ડી લાઈવ મેડીકલ દ્વારા શરીર મા થતા દુખાવા – રોગો નુ નિદાન કરશે જે જામનગર મા સૌપ્રથમ વખત હશે. તથા આ ટીમ બેસવા ઉઠવા, ચાલવાની, વજન ઉંચકવા ની અને કામ કરવાની ખોટી પદ્ધતી ને ઓળખી દર્દી ઓને સાચી પધ્ધતી સીખવશે.

જામનગર નવતનપુરી ધામ ખીજડા મંદિરની સાથે આલયમ રિહેબ કેર સેન્ટર કાર્યરત છે, અને જામનગરમાં તેની બીજી શાખા (115/116, 1 ફ્લોર, એન્ટિલિયા, રિયા સ્કૂલ પાસે, ઇન્દિરા માર્ગ) ખાતે શુભારંભ થશે. જેના ઉદ્ધાટન સમારોહમાં પ્રણામી સંપ્રદાયના કૃષ્ણમણી મહારાજ, વસુબેન ત્રિવેદી, વસતાભાઇ કેસવાલા, એકતાબા સોઢા સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં પ્રારંભ થશે. આલયમ રિહેબ કેર, જામનગર, સાંધા-સ્નાયુઓ ના દુખાવા થી પીડાતા દર્દી ઓ એ ઓપરેશન વગરની સારવાર માટે 7969207900 ઉપર સંપર્ક કરવા યાદી જણાવે છે. આ પત્રકાર પરિષદનો ડો.દિપેન પટેલ, ડો.મિતલ, ડો.અંજલી, જોગીનભાઇ જોષી તથા ભાર્ગવભાઇ ઠાકર ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular