સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશની કનૌઝ લોકસભા બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરી છે. આ જાહેરની સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, હવે અખિલેશ યાદવ લોકસભા ચૂંટણી નહીં લડે. પાર્ટીએ કનૌઝ બેઠક પર ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર અને વર્તમાન સાંસદ સુબ્રત પાઠક વિરુદ્ધ પરિવારના અન્ય સભ્ય તેજ પ્રતાપ યાદવને મેદાનમાં ઉતાર્યા છે. તેજ પ્રતાપ યાદવ પ્રતાપ યાદવ અખિલેશ યાદવના ભત્રિજા અને લાલુ પ્રસાદ યાદવના જમાઈ છે. અગાઉ 2019ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવને કનૌઝ બેઠક પરથી ટિકિટ આપી હતી, જોકે તેમની ભાજપના વર્તમાન સાંસદ સુબ્રત પાઠક સામે હાર થઈ હતી. જોકે આ વખતે પાર્ટીએ સુબ્રત પાઠક સામે તેજ પ્રતાપને મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા અખિલેશ યાદવના પરિવારના ચાર ઉમેદવારના નામ જાહેર કરાયા હતા, જેમાં મેનપુરી બેઠક પરથી ડિમ્પલ યાદવ, આજમઢથી ધર્મેન્દ્ર યાદવ, બદાયુથી આદિત્ય યાદવ અને ફિરોજાબાદમાં અક્ષય યાદવને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.