2008માં અમદાવાદમાં સિરીયલ બોમ્બ બ્લાસ્ટ અને સુરતમાં બ્લાસ્ટના કાવતરાના 77 આરોપીઓ સામેના કેસમાં 14 વર્ષે ફાઇનલ દલીલ પૂરી થતા ખાસ જજ એ.આર. પટેલે ચૂકાદો અનામત રાખ્યો છે. આ કેસમાં કાવતરા અને બ્લાસ્ટના આરોપી અયાઝ સૈયદે તાજના સાક્ષી બનીને કોર્ટમાં જુબાની આપી હતી.
મળતી માહિતી અનુસાર કેસમાં 1,163 સાક્ષીઓની જુબાની લેવાઇ ચૂકી છે. 1,37 સાક્ષીઓને સરકારે પડતા મુક્યા છે. કેસમાં મોટા ભાગના સાક્ષીઓએ જુબાની આપી હતી. કેસના મુખ્ય સૂત્રધાર યાસીન ભટક્લ દિલ્હીની જેલમાં જ્યારે જુહાપુરાના તોફીક અબ્દુલ સુભાન કોચીનની જેલમાં છે. તેમની સામે કેસ હજુ ખુલ્યો નથી. બ્લાસ્ટના કેસમાં 521 જેટલી ચાર્જશીટ કરાઇ છે. એક ચાર્જશીટમાં 9,800 પાનાનો ઉપયોગ કરાયો છે, એટલે તમામ ચાર્જશીટમાં કુલ 51 લાખ પેજ વપરાયા હતા.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 2008માં થયેલા શ્રેણીબદ્ધ સિરીયલ બ્લાસ્ટમાં 58 લોકોના મૃત્યુ અને 244 લોકોને ઇજા થઇ હતી. અમદાવાદનાં 20 અને સુરતમાં બોમ્બ મુકી બ્લાસ્ટ કરવાના ષડયંત્ર મામલે 15 ફરિયાદ થઇ હતી. આમ કુલ 35 કેસોને એક સાથે ભેગા કરી દેવામાં આવ્યા છે. આ કેસમાં 78 આરોપીઓને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા છે જ્યારે 8 આરોપીઓને પોલીસ શોધી રહી છે.
અમદાવાદ: 2008ના શ્રેણીબધ્ધ બોમ્બ બ્લાસ્ટના કેસની ફાઇનલ દલીલો હવે પૂરી
મુખ્ય સુત્રધાર દિલ્હી જેલમાં, તેમની સામે કેસ હજુ ખુલ્યો નથી !: 8 આરોપીઓ પાછલાં 13 વર્ષથી ઝડપાયા નથી