જામનગરની મહિલાને અમદાવાદના શખ્સ દ્વારા સંબંધો રાખવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર ગ્રીનસીટીમાં વસવાટ કરતા મીરાબેન ચુડાસમાને અમદાવાદમાં વસવાટ કરતા નિમેશ તન્ના નામના વ્યક્તિ સાથે સાથે નવ વર્ષથી રીલેશન હોય ત્યાર બાદ આઠક માસ પહેલા ફરીયાદી મીરાબેને નિમેશ સાથે સંબંધ નહી રાખતા નિમેશ તન્નાએ મીરાબેન ચુડાસમાને સંબંધ રાખવા અવાર નવાર ફોન કરી ટોર્ચર કરી ફોનમા જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલી સંબંધ નહી રાખે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યા સબબની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.