અમદાવાદ શહેર સાયબર ક્રાઇમના અનાર્મ લોકરક્ષકને એલસીબીએ રૂા. 3 લાખની લાંચ લેતાં ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ ફરિયાદી વિરુધ્ધ સાયબર ક્રાઇમમાં અરજી થઇ હોય, જે અંગે ફરિયાદી વિરુધ્ધ એફઆઇઆર નહીં કરવા અને ફરિયાદીનું ફેડરલ બેંકનું ફ્રિઝ થયેલ ખાતુ ખોલવા આરોપી અમદાવાદ સાયબર ક્રાઇમના અનાર્મ લોકરક્ષક હરદીપસિંહ ધર્મેન્દ્રસિંહ પરમાર દ્વારા ફરિયાદી પાસેથી રૂા.10 લાખની લાંચની માગણી કરી હતી અને ટુકડે-ટુકડે ફરિયાદી પાસેથી રૂા.7 લાખ લઇ લીધા હતાં. બાકીના રૂા.3 લાખની ફરિયાદી પાસે લાંચની માગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોય. એસબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં એસીબી દ્વારા લાંચનું છટકુ ગોઠવતાં એસીબી અમદાવાદના મદદનિશ નિયામક કે.બી. ચુડાસમાના સુપરવિઝન હેઠળ અમદાવાદ શહેર એસીબીના પીઆઇ આર.આઇ. પરમાર સહિતની ટીમ દ્વારા અમદાવાદ શાહિબાગ, હનુમાન ટેલિફોન એકસચેન્જ, બસ સ્ટેન્ડ પાછળથી આરોપી હરદીપસિંહ પરમારને રૂા.3 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધો હતો અને આરોપીને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.