Thursday, October 24, 2024
Homeરાજ્યહાલારશહિદ જવાન રવીન્દ્રસિંહ જાડેજાના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવતાં કૃષિમંત્રી

શહિદ જવાન રવીન્દ્રસિંહ જાડેજાના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવતાં કૃષિમંત્રી

દેશ કાજે પ્રાણ ન્યોછાવર કરી રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવનાને રવીન્દ્રસિંહે ઉજાગર કરી છે-કૃષિમંત્રી રાઘવજી પટેલ

- Advertisement -

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામે દેશની સેવામાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ જવાન રવીન્દ્રસિંહ જાડેજાના પરિવારની મુલાકાત લઈ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને વીર શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

- Advertisement -

મંત્રીએ આ તકે શહીદ જવાન રવીન્દ્રસિંહને શ્રદ્ધા સુમન અર્પણ કરતાં જણાવ્યું હતું કે દેશ કાજે પ્રાણ ન્યોછાવર કરી રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવનાને રવીન્દ્રસિંહે સાચા અર્થમાં ઉજાગર કરી છે. આદિકાળથી ક્ષત્રિયોએ દેશની રક્ષા કાજે પોતાનાં પ્રાણોની આહુતિ આપી દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કર્યું છે ત્યારે ફરી આજે જામનગરના જવાને રાષ્ટ્રહિતમાં પોતાનું બલિદાન આપી જામનગર સહિત સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. માં ભારતી પણ આવા શહીદોના બલિદાન પર ગર્વ અનુભવતી હશે એવો મને દ્રઢ વિશ્ર્વાસ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular