Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરકૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ

વડાપ્રધાન, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, મંત્રીઓ, હોદ્દેદારો, આગેવાનો, પાર્ટીના કાર્યકર્તાઓનો ખૂબ-ખૂબ આભાર : રાઘવજીભાઈ પટેલ

- Advertisement -

જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલને બ્રેઈન સ્ટોક આવ્યા બાદ રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં આજે 20 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવતા રાઘવજીભાઈએ વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતનાઓનો આભાર વ્યકત કર્યો હતો.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને ગત તા.11 ના ફેબ્રુઆરીના બે્રઇન સ્ટોક આવતા તબિયત લથડી હતી. જેથી તેમને વધુ સારવાર માટે રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં અને સારવાર દરમિયાન મુખ્યમંત્રી સહિતના રાજ્યકક્ષાના મંત્રીઓ અને ધારાસભ્યો તથા સ્થાનિક રાજકીય આગેવાનોએ ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. 20 દિવસની સારવાર બાદ આજે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આાપવામાં આવ્યું હતું.

સ્વસ્થ થવાથી રાઘવજીભાઈ પટેલે જણાવી સર્વેનો આભાર વ્યકત કરતાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રી મનુખભાઈ માંડવિયા, રાજ્ય સરકારના સાથી મંત્રીઓ, સંગઠનના હોદ્દેદાર-આગેવાનઓ, પાર્ટીના કાર્યકર્તાઓ, ગુજરાતના મારા સૌ ભાઈ-બહેનો, શુભચિંતકઓ અને મારા પરિવારજનોની શુભેચ્છાઓ અને આશીર્વાદના ફળસ્વરૂપે મારી તબિયતમાં સુધારો થતાં આજરોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. સતત મારા સ્વાસ્થ્યની ચિંતા કરી રાત-દિવસ મારી સેવા કરનારા હોસ્પિટલના ડોક્ટરઓ, મેડિકલ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ અને તમામ સ્વાસ્થ્યકર્મીઓનો હ્રદયપૂર્વક આભાર માનું છું. આપ સૌના આશિર્વાદ અને શુભેચ્છાઓથી જલ્દીથી સ્વાસ્થ્ય લાભ મેળવી આપ સૌની સેવામાં પુન: જોડાઈશ તેવી લાગણી વ્યક્ત કરૂં છું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular