Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરકૃષિમંત્રી બે દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે

કૃષિમંત્રી બે દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે

સર્કિટહાઉસ ખાતે લોકસંપર્ક તેમજ કલેકટર કચેરી ખાતે મિટિંગનું આયોજન

રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ આગામી બે દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે રહેશે. આ દરમિયાન લોકસંપર્ક તેમજ મિટિંગ યોજશે.

- Advertisement -

આવતીકાલ તા. 7 મે થી તા. 8 મે સુધી રાજ્યના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના પ્રવાસે છે. જેમાં તેઓ તા.7ના રોજ બપોરે 12 થી 1 કલાક સુધી અટલ ભવન જામનગર ખાતે અને 1 થી 4 કલાક સુધી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે. જેમાં મંત્રી જિલ્લાના લોકોની મુલાકાત લઇ લોકોના પ્રશ્ર્નોના નિરાકરણ અર્થે રૂબરૂ સંવાદ કરશે. ત્યારબાદ 4:30 કલાકથી 6 કલાક સુધી કલેકટર સાથે જિલ્લા મેહસુલી પ્રશ્ર્નો બાબતે બેઠક યોજશે. તેમજ અન્ય સામાજિક તેમજ ધાર્મિક કાર્યક્રમોમાં મંત્રી ઉપસ્થિત રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular