રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલે ગત તા. 23 જૂનના રાત્રિના સમયે હાઉસિંગ કોલોની દ્વારા નિર્મિત સાધના કોલોની વિસ્તારમાં ધરાશાયી થયેલ ત્રણ માળની બિલ્ડીંગના અકસ્માત વિષે જણાવ્યું છે કે, આ દુ:ખદ અકસ્માતમાં 3 લોકો મૃત્યુ પામ્યા છે. તેમજ 8 લોકોને ઇજા પહોંચી છે. સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. આ પૂર્વે, તંત્ર દ્વારા મકાન માલિકને 3 થી 4 વખત મકાન ખાલી કરાવવા અંગે નોટિસ પણ પાઠવવામાં આવી હતી. જામનગરમાં અત્યારે 2500 જેટલા જર્જરિત મકાનો છે. તે અંગે, તંત્ર વાહકો સાથે જરૂરી ચર્ચા પરામર્શ કરી સલામત આશ્રયસ્થાન મળે તે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.