Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયફરી લોકડાઉન અને વિવિધ પ્રતિબંધો ભારતને મુશ્કેલીમાં મૂકી શકે છે

ફરી લોકડાઉન અને વિવિધ પ્રતિબંધો ભારતને મુશ્કેલીમાં મૂકી શકે છે

ફેબ્રુઆરીમાં બેરોજગારી ખૂબ વધી

- Advertisement -

દેશમાં કોરોનાનાં કેસમાં સતત થઈ રહેલા વધારાને રોકવા સરકાર દ્વારા જો બીજું લોકડાઉન લાદવામાં આવશે કે કડક પ્રતિબંધો લાદવામાં આવશે તો ભારતીય ઈકોનોમી માટે તે અસહ્ય ખતરો સર્જી શકે છે. મંદીમાંથી બહાર આવી રહેલા અર્થતંત્રમાં જોવા મળી રહેલી રિકવરી માટે તે જોખમી પૂરવાર થશે. જે લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી છે તેવા લાખો લોકોને ફરી નોકરી મેળવવા ઘણી રાહ જોવી પડશે તેવી ચેતવણી RBIના માસિક બુલેટિનમાં ઉચ્ચારવામાં આવી છે.
ભારત માટે હાલનાં સંજોગોમાં ઊંચો ગ્રોથ રેટ હાંસલ કરવાનું ખૂબ જ મહત્ત્વનું છે. સંપર્કલક્ષી સેવાઓ જેવી કે પર્સનલ કેર, રિક્રિએશન અને હોસ્પિટાલિટી જેવી સેવાઓ વેગ પકડી રહી છે ત્યારે ઊંચો ગ્રોથ જરૂરી છે તેમ આરબીઆઈનાં ડેપ્યુટી ગવર્નર માઈકલ દેવવ્રત પાત્રાએ જણાવ્યું છે. આને એપ્રિલથી જૂનનાં ક્વાર્ટર માટે વાર્ષિક ધોરણે 26.2 ટકાનાં ગ્રોથનાં અંદાજ માટે ચેતવણીરૂપ જોવામાં આવે છે.

- Advertisement -

છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં કંપનીઓ દ્વારા લોકોને નોકરીમાં રાખવાનું સેન્ટિમેન્ટ બદલાયું છે. કંપનીઓ દ્વારા ફરી સાવચેતીનું વલણ દાખવવામાં આવ્યું છે. છેલ્લા બે ત્રણ અઠવાડિયાથી નવી ભરતી પર બ્રેક મારવામાં આવી છે. કંપનીઓ દ્વારા ઈન્ટરવ્યૂ મોકૂફ રાખવામાં આવી રહ્યા છે. કંપનીઓએ નવી ભરતીમાં ધીમી ગતિએ આગળ વધવાનું નક્કી કર્યું છે. કેટલાક ઉદ્યોગપતિઓને આશા છે કે ટૂંક સમયમાં સ્થિતિ સુધરશે અને ફરી ભરતીનો દોર શરૂ થશે. કેટલીક કંપનીઓએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular