તાજેતરમાં પંજાબમાં યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થતાં જામનગર ખાતે આજરોજ તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવી, દિલ્હીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતાં. આ ઉપરાંત જામનગર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરશનભાઇ કરમુર, આશિષભાઇ કંટારીયા સહિતના હોદ્દેદારો, કાર્યકરો વિશાળ સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતાં. આ તિરંગાયાત્રાનો રામેશ્રવરનગર ચોકથી પ્રસ્થાન થયું હતું.