કાલાવડ માર્કેટીંગ યાર્ડમાં દિવાળીની રજાઓ બાદ જણસીની ખરીદીનો પ્રારંભ થતાં ખેડૂતો મોટી સંખ્યામાં જણસી લઇ પહોંચ્યા હતાં. દિવાળીની રજાઓ બાદ આજથી કાલાવડ માર્કેટીંગ યાર્ડ શરૂ થતાં જણસીની મબલખ આવક થઈ હતી. જણસી લઇ આવતા ખેડૂતોને યાર્ડના ચેરમેન યુવરાજસિંહ જાડેજા દ્વારા મોં મીઠાં કરાવી શ્રીફળ વધેરી ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો. યાર્ડ શરૂ થતા 15 હજાર ગુણી મગફળી તથા 8 હજાર ભારી કપાસની આવક થઈ હતી. ખેડુતોને જણસીના સારા ભાવ મળતા ખુશીની લાગણી જોવા મળી હતી.