Sunday, September 8, 2024
Homeરાજ્યગુજરાતકસ્ટમ સુપ્રિ.ની ધરપકડ બાદ ઘરની ઝડતીમાં લાખોની રોકડ મળી

કસ્ટમ સુપ્રિ.ની ધરપકડ બાદ ઘરની ઝડતીમાં લાખોની રોકડ મળી

સીબીઆઈ દ્વારા બે લાખની લાંચ લેતા વચેટીયા અને સુપ્રિ.ની અટકાયત : સુપ્રિ. નીતિશ વર્મા અને વચેટિયો સુભાષ શર્માની પૂછપરછ

- Advertisement -

કચ્છના મુન્દ્રા વિસ્તારમાં કસ્ટમ સુપ્રિ. વતી બે લાખની લાંચની રકમ સ્વીકારનાર વચેટીયાને સીબીઆઈની ટીમે ઝડપી લીધા બાદ કસ્ટમ સુપ્રિ.ની ધરપકડ કરી તેના ઘરની ઝડતી લેતા ઘરમાંથી રૂા.9.50 લાખની રોકડ રકમ મળી આવતા સીબીઆઈએ કબ્જે કરી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -

વર્ષ 2021-22 માં મુન્દ્રા કસ્ટમમાં ડોક એકઝામિનેશન એકશનમાં ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા અધિકારી નીતિશ શર્મા દ્વારા કલીયર કરેલ ક્ધટેનર પર નકકી કરેલ આશરે સાત લાખની રકમ તેમને મળે તે પહેલાં જ તેમને સુપ્રિ. તરીકે જામનગર કસ્ટમમાં બઢતી સાથે બદલી થવા પામી હતી.

આ રકમ મેળવવા માટે અધિકારી દ્વારા પાર્ટીને સતત ફોન કરીને હેરાન કરવામાં આવતા હોવાથી આખરે ફરિયાદી પાર્ટી દ્વારા સીબીઆઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં અનુસંધાને છટકું ગોઠવાયું હતું. જેમાં અધિકારી વતી એક વચેટિયાને પૈસા લેવા માટે મોકલવામાં આવ્યો હતો. જેણે રૂા.બે લાખની લાંચની રકમ સ્વીકારતા જ સીબીઆઈએ તેને ઝડપી લીધો હતો. આ પછી તેને પૂછપરછમાં પૂર્વ ઈન્સ્પેકટર અને હાલમાં જામનગરના કસ્ટમ સુપ્રિ. નીતિશ વર્મા વતી પૈસા પૈસા મેળવ્યા હોવાનું જણાવતા સીબીઆઈની ટીમે જામનગરથી કસ્ટમ સુપ્રિટેન્ડેન્ટની પણ ધરપકડ કરી હતી.
ત્યારબાદ આજે તો ઘરની ઝડતી કરવામાં આવી હતી. જે તપાસણી દરમિયાન ઘરમાંથી રૂપિયા સાડા નવ લાખની રોકડ રકમ મળી આવી હતી. જે કબ્જે કરી લેવામાં આવી છે. સાથો સાથ તેના સહયોગી સુભાષ શર્માની પણ અટકાયત કરી લઇ પૂછપરછ હાથ ધરાઈ છે. આ કાર્યવાહીને લઇને કસ્ટમ વર્તુળમાં ભારે હડકંપ મચી ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular