પેટ્રોલ બાદ હવે ડીઝલ પણ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર થયો છે. રાજસ્થાનના એક નાના શહેર શ્રીગંગાનગર દેશનું પ્રથમ શહેર છે. જયાં ડિઝલનો રેટ 100 રૂપિયાને પાર કરી ગયો છે. ત્યાં પેટ્રોલ પણ દેશમાં સૌથી મોંઘુ 107.53 રૂપિયા પ્રતિ લિટર વેચાય રહ્યું છે. દેશમાં 135 જિલ્લાઓ છે જયાં પેટ્રોલ 100 રૂપિયાની પાર કરી ચુક્યા છે.
આવનારા દિવસોમાં પેટ્રોલ-ડેઝલ સસ્તું થવાના કોઈ અણસાર નથી. તેના સૌથી મોટા કારણ છે. પ્રથમ તો એ કે કેન્દ્ર સરકાર હોય કે રાજયસરકાર, કોઈ પણ ટેક્ષ ઘટાડવાના પક્ષમાં નથી. તેના પર ફકર રાજનીતિ થઇ રહી છે. વિપક્ષ કહી રહ્યું છે કે સરકાર કિંમતો ઘટાડે તો પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું કહેવું છે કે રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા કોંગ્રેસ શાસિત રાજયોને પ્રથમ ટેક્ષમાં ઘટાડો કરવો જોઈએ. બીજું સૌથી મોટું કારણ છે ક્રૂડ ઓઈલના ભાવ ગ્લોબલ માર્કેટમાં સતત વધી રહ્યા છે. ક્રડ ઓઇલ હવે 73 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો છે. જયારે ક્રૂડ ઓઈલના ભાવ વધશે તો દેશની તેલ કંપનીઓ પણ ભાવ વધારશે ઘટાડશે નહીં.
આજે પેટ્રોલ 29-30 પૈસા પ્રતિ લિટર મોંઘો થયો છે. જયારે ડીઝલના ભાવ 28-30 પૈસા લીટર સુધી વધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ 73 ડોલર પ્રતિ બેરલ વચ્ચે અંદાજે ટ્રેડ કરી રહ્યું છે. જેનાથી આગળ પણ કિંમતોમાં વધારો થયો છે. જયારે ઘટાડો ફક્ત 4 વાર થયો છે. ફક્ત આ વર્ષની વાત કરીએ તો પેટ્રોલની કિમતો અત્યારસુધી અંદાજે 14 ટકા વધી છે. માર્ચ અને એપ્રિલમાં જયારે પ રાજયોના વિધાનસભા ચૂંટણી થવાની હતી. તે દરમયાન કિંમતો સ્થાયી રહી. મુંબઈમાં પેટ્રોલનો રેટ 102 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ચુક્યો છે. જયારે ડીઝલ 94ને પાર કરી ચુક્યો છે. જૂનમાં અત્યારસુધીમાં 8 વાર ભાવ વધી ચુક્યા છે. જૂનમાં પેટ્રોલ 1.95 રૂપિયા મોંઘુ થયું છે. જયારે ડોઝલ આ મહિને 4.68 રૂપિયા મોંઘુ થયું છે.
સામાન્ય લોકોને મોંઘા પેટ્રોલ અને ડીઝલમાં 15 એપ્રિલે થોડી રાહત મળી હતી. એપ્રિલમાં વધુ એક માર્ચના મહિનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ત્રણ વાર ઘટાડો થયો હતો. 15 એપ્રિલ પહેલા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં અંતિમ વાર ફેરફાર 30 માર્ચ 2021ના રોજ થયો હતો. દિલ્હીમાં પેટ્રોલનો રેટ આજે 96.41 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ આજે 102.58 રૂપિયા છે. કલકતામાં પેટ્રોલ 96.34 રૂપિયા છે.