સમગ્ર વિશ્વના બજારોને લોહીની ઉલટી કરાવનાર ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ બોમ્બ બુમરેંગ સાબિત થતો જણાતા આખરે ઢીલા પડયા છે. વાઈટહાઉસે આજે રેસિપ્રોેકલ ટેરિફને હાલતુર્ત બ્રેક મારવાનું વિચારી રહ્યા હોવાનું જણાવ્યું છે. 90 દિવસ સુધી રેસિપ્રોકલ ટેરિફની અમલવારી મોકૂફ રાખવામાં આવે તેવા સંકેતો આપવામાં આવ્યા છે. વ્હાઈટહાઉસના આ સંકેતોને પગલે આ લખાય છે ત્યારે સોમવારે રાત્રે 08:10 કલાકે વૈશ્વિક બજારોમાં જીવમાં જીવ આવ્યો હોય તેમ માત્ર 20 મિનિટમાં S&P 500 ના શેરોમાં 2.5 ટ્રિલિયન ડોલરનો ઉમેરો થયો છે. તો બીજી તરફ ગિફટ નિફટી પણ 250 થી વધુ પોઇન્ટ સુધારો દર્શાવી રહી છે. વ્હાઈટહાઉસના આ સંકેતોને પગલે વિશ્વભરના બજારોએ હાશકારો અનુભવ્યો છે.

વ્હાઇટ હાઉસ ઇકોનોમિક કાઉન્સિલના ડિરેક્ટર કેવિન હેસેટે સીએનબીસીને જણાવ્યું હતું કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન સિવાય બધા દેશો માટે તેમના પારસ્પરિક ટેરિફમાં 90 દિવસના થોભાવવાનું વિચારી રહ્યા છે.
વ્હાઇટ હાઉસ ઇકોનોમિક કાઉન્સિલના ડિરેક્ટર કેવિન હેસેટે સીએનબીસીને જણાવ્યું હતું કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન સિવાય બધા દેશો માટે તેમના પારસ્પરિક ટેરિફમાં 90 દિવસના થોભાવવાનું વિચારી રહ્યા છે તેમ રોઇટર્સના અહેવાલમાં જણાવાયું છે.
મંદીના ભય છતાં ટ્રમ્પ તેમના ટેરિફ પર અડગ રહ્યા હોવાથી શેરબજારો અને તેલના ભાવ આજે બજારોમાં વધુ ગગડી રહ્યા છે તે વચ્ચે આ અહેવાલ આવ્યો છે. તાજેતરના સત્રોમાં સંયુક્ત શેરબજાર મૂલ્યાંકનમાંથી ટ્રિલિયન ડોલરનો નાશ થયો છે
ડિસક્લેમર: ‘ખબર ગુજરાત’ માત્ર માહિતીના હેતુઓ માટે જ શેરબજારના સમાચાર પ્રદાન કરે છે અને તેને રોકાણની સલાહ તરીકે ન ગણી શકાય. વાચકોને કોઈપણ રોકાણના નિર્ણયો લેતા પહેલા યોગ્ય નાણાકીય સલાહકારની સલાહ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.