Friday, January 10, 2025
Homeરાજ્યગુજરાતપાંચ મહિના બાદ રાજ્યમાં 100થી વધુ કોરોના કેસ

પાંચ મહિના બાદ રાજ્યમાં 100થી વધુ કોરોના કેસ

- Advertisement -

ગુજરાતમાં ફરી વધતાં જતાં કોરોનાના કેસોએ ચિંતા ઉપજાવી છે. ગઇકાલે રાજયમાં પાંચ મહિના બાદ કોરોનાના કેસની સંખ્યા 100થી વધુ નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં 119 નવા કેસ નોંધાયા છે. ગત વર્ષની 12 ઓક્ટોબર એટલે કે 155 દિવસ બાદ કોરાનાના નવા કેસનો આંક 100ને પાર થયો છે. રાજ્યમાં હાલ 435 એક્ટિવ કેસ છે જ્યારે એકપણ દર્દી વેન્ટિલેટર નથી. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ 63, સુરત-રાજકોટમાંથી 13, મહેસાણામાંથી 9, વડોદરા-અમરેલીમાંથી 4, ભાવનગર-આણંદમાંથી 3,ગાંધીનગર-સાબરકાંઠા-ભરૂચ-આણંદમાંથી 2, નવસારી-પોરબંદરમાંથી 1-1 નવા કેસ નોંધાયા હતા. આમ, માર્ચના 16 દિવસમાં જ ગુજરાતમાં કોરોનાના કુલ 490 કેસ નોંધાઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 897 દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી હતી. કુલ વેક્સિનેશન ડોઝ 12.80 કરોડ છે.

- Advertisement -

હાલ અમદાવાદમાંથી સૌથી વધુ 230, સુરતમાંથી 42, રાજકોટમાંથી 40, મહેસાણામાંથી 31, વડોદરામાંથી 23, ભાવનગરમાંથી 14, સાબરકાંઠામાંથી 11, અમરેલીમાંથી 8, પોરબંદરમાંથી 7, ગાંધીનગરમાંથી 6, આણંદ-કચ્છમાંથી 5, ભરૂચમાંથી 3, વલસાડ-ગીર સોમનાથ-જુનાગઢમાંથી 2, સુરેન્દ્રનગર-નવસારી-મોરબી-બોટાદમાંથી 1-1 દર્દી હાલ કોરોનાની સારવાર હેઠળ છે. 9 માર્ચના રાજ્યમાં કોરોનાના 136 એક્ટિવ કેસ હતા. આમ, એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં ત્રણ ગણોથી વધુનો વધારો થયો છે. અમદાવાદમાં 9 માર્ચે 79 એક્ટિવ કેસ હતા. જેમાં હવે એક સપ્તાહમાં ત્રણ ગણો જેટલો વધારો થયો છે.

ગુજરાત સહિત છ રાજયોને કેન્દ્રનું એલર્ટ

- Advertisement -

કેન્દ્ર સરકારે ગુરૂવારે ગુજરાત સહિતનાં છ રાજ્યોને કોવિડ-19ને ફેલાતો અટકાવવા જોખમનું વિશ્ર્લેષણ કરવા અને જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ગુજરાત, તેલંગાણા, તામિલનાડુ, કેરળ અને કર્ણાટકને કોવિડનો પ્રસાર અટકાવવા સાવચેત રહેવાં જણાવ્યું હતું.

વાયરસનો સ્થાનિક સ્તરે ફેલાવાની સંભાવના વ્યક્ત કરતા રાજ્યોને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, કેટલાંક રાજ્યોમાં કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. તેમણે આ રાજ્યોને માઇક્રો લેવલ પર કોવિડની સ્થિતિ ચકાસવા, રોગને તાત્કાલિક અને અસરકારક રીતે ડામવા જરૂરી પગલાં લેવા અને આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી વિવિધ એડવાઇઝરીનું અસરકારક રીતે પાલન કરવા સલાહ આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular