જામનગર શહેરના બાલાજી પાર્ક ત્રણ વિસ્તારમાં રહેતી પરિણીતાને તેણીના પતિ સાથે બોલાચાલી થયા બાદ દુપટા વડે પંખામાં ગળાફાંસો ખાાઇ આત્મહત્યા કુરી હતી.જામનગર તાલુકાના ધુતારપર ગામમાં રહેતા વૃધ્ધા તેના ઘરે ફળિયામાં વાસણ ધોતા હતા તે દરમ્યાન ઝેરી જનાવર કરડી જતાં મોત નિપજયું હતું.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરમાં ઢીંચડા રોડ પર આવેલા બાલાજી પાર્ક-3માં મકાન નંબર રપ/રમાં રહેતા શ્વેતાબેન સચાન (ઉ.વર્ષ રપ) નામની પરિણીતા યુવતિને તેણીના પતિ અક્ષય સાથે થયેલી બોલાચાલી બાદ શ્વેતાબેન રૂમના પંખામાં દુપટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના પતિ અક્ષય મહેશકુમાર સચાન દ્વારચા જાણ કરાતાં જામનગર શહેર ડીવાયએસપી જે.એન. ઝાલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકના દોઢ વર્ષ પહેલાં લગ્ન થયા હોય જેથી આત્મહત્યાનું કારણ જાણવા ઝીણવટભરી તપાસ આરંભી હતી.
બીજો બનાવ જામનગર તાલુકાના ધુતારપર ગામમાં રહેતા સવિતાબેન જમનભાઇ ચાંગાણી ઉ,.વર્ષ 60 નામના વૃધ્ધાગ ત તા. 18ના રોજ સાંજના સમયે તેના ઘરના ફળિયામાં વાસણ ધોતા હતા તે દરમ્યાન કોઇ ઝેરી જનાવર કરડી જતાં બે શુધ્ધ હાલતમાં જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જયાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ જમનભાઇ દ્વારા જાણ કરાતાં હે.કો. ડી.એ.રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.