દેશમાં વધી રહેલ પેટ્રોલ ડીઝલની કિંમતો વચ્ચે દૂધના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. થોડા દિવસો પહેલા અમુલના ભાવમાં રૂ.2નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવવધારો આવતીકાલથી લાગુ કરવામાં આવશે.
અગ્રણી દૂધ સપ્લાયર મધર ડેરીએ રવિવારથી દૂધના ભાવમાં લિટર દીઠ રૂ .2 નો વધારો કર્યો છે. દૂધના ભાવમાં છેલ્લા 1.5 વર્ષ પહેલાં ડિસેમ્બર 2019 માં વધારો કરવામાં આવ્યો હતો. મધર ડેરી દ્રારા જણાવવામાં આવ્યું છે કે 11જુલાઈથી દિલ્હી એનસીઆરમાં તેના દરેક પ્રકારના દૂધમાં 2રૂપિયાનો ભાવવધારો લાગુ થશે. વધુમાં તેણે જણાવ્યું છે કે મહામારીના કારણે દૂધઉત્પાદન ઉપર પણ સંકટ છે. છેલ્લા એક વર્ષમાં પ્રોસેસિંગ, પેકેજિંગ અને વધતા ઓપરેટિંગ ખર્ચ સાથે, કૃષિ ખર્ચમાં પણ 8-10 ટકાનો વધારો થયો છે. અને ઉલ્લેખનીય છે કે અમુલ દૂધના ભાવમાં પણ 1જુલાઈથી પ્રતિલીટર રૂ.2નો વધારો કરવામાં આવ્યો છે.
મધર ડેરી દૂધના નવા ભાવનું લીસ્ટ