Saturday, December 6, 2025
Homeરાજ્યપતિ સાથે બોલાચાલી થયા બાદ ભાણવડની પરિણીતાએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

પતિ સાથે બોલાચાલી થયા બાદ ભાણવડની પરિણીતાએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

ભાણવડના પારસનગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ ડાયાભાઈ સાદીયાના પત્ની ચંપાબેન (ઉ. વ. 30) એ ગત રાત્રીના આશરે બારેક વાગ્યે પોતાના ઘરે રૂમમાં પોતાની સાડી વડે પંખામાં ગળાફાંસો ખાઇ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડયો હતો.

આ બનાવ અંગે મૃતક મહિલાના પતિ મહેશભાઈ ડાયાભાઈ સાદીયાએ પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ ચંપાબેનને તેમના માતા-પિતાથી અલગ રહેવું હોય, જે બાબતે દંપતી વચ્ચે બોલાચાલી થયા બાદ તેણીએ આ પગલું ભરી લીધું હતું. વધુમાં જાણવા મળતી વિગત મુજબ મહેશભાઈના ચંપાબેન સાથે બીજા લગ્ન હતા અને તેઓને કોઈ સંતાન ન હતું. આ બનાવ અંગે ભાણવડના પી.એસ.આઈ. નિકુંજ જોષી તથા સ્ટાફ દ્વારા મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. ભાણવડ પોલીસ મથકમાં આ બનાવની ધોરણસર નોંધ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular