Wednesday, December 25, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી બાદ ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી...

ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી બાદ ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૯.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૧૪૧.૧૬ સામે ૫૯૪૦૯.૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૮૭૧.૭૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૬૫.૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૫.૨૭ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૦૧૫.૮૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૧૧.૨૫ સામે ૧૭૬૭૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૫૫૮.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૨.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૬૦૫.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. દેશમાં ચોમાસાની સારી પ્રગતિ અને કોરોના સંક્રમણની ત્રીજી લહેર હાલ તુરત અંકુશમાં  હોવાના પોઝિટીવ પરિબળ છતાં ઈન્ડેક્સ બેઝડ લાંબા સમયથી અવિરત ઐતિહાસિક તેજી સાથે BSE સેન્સેક્સે ૫૯૭૩૭ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૧૭૮૦૦ પોઈન્ટની નવી વિક્રમી ઊંચાઈ નોંધાવી હતી, પરંતુ ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું છે.

- Advertisement -

ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ સ્મોલ, મિડ કેપ, કેશ સેગ્મેન્ટના શેરોમાં ઓલ રાઉન્ડ વ્યાપક તેજી બાદ ઉછાળે નરમાઈ બતાવી હતી. બજાર ઈન્ડેક્સ બેઝડ મહત્વના મૂકામ પર આવી પહોંચ્યું હોઈ અને ફંડોએ આજે સપ્તાહના અંતે સાવચેતીમાં ઈન્ડેક્સ બેઝડ તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરવાનું પસંદ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય મોરચે ચાઈનામાં એક મહિનામાં ફરી કોરોના ડેલ્ટા સંક્રમણ ફેલાવાની શરૂઆત થયાના અહેવાલે ચિંતા વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે સ્થાનિક સ્તરે પણ નરમાઈ જોવાઈ હતી. ઈન્ડેક્સ બેઝડ ફંડોએ આજે અફડાતફડીના અંતે મેટલ, રિયલ્ટી, બેઝિક મટિરિયલ્સ અને પાવર ફ્રન્ટલાઈન શેરોમાં વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ, બેન્કેક્સ અને ફાઈનાન્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૬૫ અને વધનારની સંખ્યા ૧૨૩૧ રહી હતી, ૧૪૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૭૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા લિક્વિડિટી વધારતા પગલાં, નવા રિટેલ રોકાણકારોના સહભાગમાં વધારો તથા ચીનમાં નિયમનકારી ધોરણોને કારણે ભારતીય શેરબજારોમાં હાલમાં તેજી જોવા મળી રહી છે. ઉપભોગ માગમાં વધારો, વિક્રમી નીચા વ્યાજ દર અને ઉત્પાદન ક્ષેત્રના ભાવિમાં થઈ રહેલો સુધારો કદાચ ભારતની ઈક્વિટીઝ બજારોમાં રેલીને ઈંધણ પૂરું પાડતા હશે, તેમ છતાં આ વધારાની ઝડપી ગતિ ભારતીય અર્થતંત્ર સામે જોખમો વધારી રહી છે. માર્ચ ૨૦૨૦માં વિક્રમી નીચી સપાટીએથી નિફટી ફ્યુચર ઈન્ડેકસમાં ૧૩૦%નો વધારો થયા બાદ હાથ ધરાયેલા અભ્યાસમાં શેરબજારની વર્તમાન તેજી જોખમો વધારી રહી છે. 

ગયા વર્ષના ઓકટોબર-ડિસેમ્બર ત્રિમાસિકથી આ રેલીએ દેશના જીડીપીમાં દરેક ત્રિમાસિકમાં અંદાજે ૧%નો વધારો કરાવ્યો છે. જો કે ઈક્વિટીઝમાં ઝડપી વૃદ્ધિએ બજારમાં કોઈપણ પછડાટ સામે અર્થતંત્રના જોખમમાં વધારો કર્યો છે, એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.  તેના ઐતિહાસિક ટ્રેન્ડ સ્તરેથી ૩૫% ઉપર ટ્રેડ થઈ રહેલો નિફટીમાં કોઈપણ પીછેહઠ તેજ ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં ૧.૪૦%નો ઘટાડો કરાવશે અને પછીના વર્ષમાં આ ઘટાડો ૩.૮૦% હશે. ભારતીય શેરબજાર જેટલા ઊંચે જાય છે ત્યારે તેના ઘટાડાની સ્થિતિમાં અર્થતંત્ર સામે એટલું જ જોખમ ઊભું થાય છે. અમેરિકન ફેડરલ રિઝર્વ રાહતો પાછા ખેંચવાના સમયગાળા પર હાલમાં વિચારણા કરી રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં કરેકશન જોવા મળી શકે છે.

તા.૨૦.૦૯.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૭.૦૯.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૬૦૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૧૭૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૬૩૬ પોઈન્ટ થી ૧૭૬૭૬ પોઈન્ટ ૧૭૭૦૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૭.૦૯.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૭૯૧૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૭૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૩૭૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૮૦૦૮ પોઈન્ટ થી ૩૮૧૮૦ પોઈન્ટ, ૩૮૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • અદાણી એન્ટરપ્રાઈઝ ( ૧૪૮૬ ) :- કોમર્શીયલ ટ્રેડીંગ & ડિસ્ટ્રિબ્યુશન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૦૫ થી રૂ.૧૫૧૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૨૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૭૩ થી રૂ.૧૨૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ડાબર ઈન્ડિયા ( ૬૫૪ ) :- રૂ.૬૨૬ નો પ્રથમ તેમજ રૂ.૬૧૬ ના બીજા સપોર્ટથી પર્સનલ પ્રોડક્ટ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૭૩ થી રૂ.૬૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • કેડિલા હેલ્થકેર ( ૫૫૫ ) :- હેલ્થકેર સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૬૭ થી રૂ.૫૭૫ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૫૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જિંદાલ સ્ટીલ ( ૩૮૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૮૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ. પ્રોડક્ટ્સ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૯૬ થી રૂ.૪૦૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • કોટક મહિન્દ્ર બેન્ક ( ૨૦૦૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૮૮ થી રૂ.૧૯૭૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૪૭૩ ) :- રૂ.૧૫૦૫ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૧૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૬૦ થી રૂ.૧૪૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ટાટા કેમિકલ ( ૮૪૪ ) :- કોમોડિટી કેમિકલ્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૬૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૩૦ થી રૂ.૮૧૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ભારત ફોર્જ લિ. ( ૭૬૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૮૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૪૪ થી રૂ.૭૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વિપ્રો લિમિટેડ ( ૬૬૬ ) :- ૬૮૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૯૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૫૦ થી રૂ.૬૩૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૦૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular