રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભાવ વધારાની જે શક્યતાઓ દર્શાવાઈ રહી હતી તે વસ્તુઓના ભાવમાં આજથી વધારો થયો છે. આજથી એલપીજી સીલીન્ડરની સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લીટર 79 પૈસા અને ડીઝલમાં 85 પૈસાનો વધારો થયો છે. પેટ્રોલિયમ પેદાશોના ભાવની વાત કરીએ તો 137 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે. અગાઉ દિવાળીના દિવસે 4 નવેમ્બર 2021ના રોજ પ્રતિ લીટર રૂ.10નો ભાવ ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પેટ્રોલ ડીઝલની કિંમતો સ્થિર હતી.
જામનગરમાં આજથી એટલેકે 22 માર્ચથી પેટ્રોલમાં પ્રતિ લીટર 79 પૈસા અને ડીઝલમાં 85 પૈસાનો વધારો થયો છે. ભાવ વધારા બાદ આજથી એક લીટર પેટ્રોલના રૂ.95.87 અને એક લીટર ડીઝલના રૂ.89.91 ચુકવવા પડશે. જામનગર સહીત સહિત રાજ્યનાં અન્ય મોટાં શહેરોમાં પેટ્રોલનો ભાવ વધ્યો છે.