Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરકસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ દ્વારા સ્નેહ મિલન યોજાયું

કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ દ્વારા સ્નેહ મિલન યોજાયું

- Advertisement -

કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ-જામનગર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સંસ્થા સંચાલિત જયાકુંવર ચંદુલાલ મહેતા પ્રાથમિક શાળાએ પોતાની વિકાસયાત્રાના 63 વર્ષ પૂર્ણ કરી 64માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

- Advertisement -

આ અવસર નિમિત્તે પૂર્વ વિદ્યાર્થીઓ અને કર્મશીલોના સ્નેહ મિલનનો કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ તથા મેનેજિંગ ટ્રસ્ટી કરશનભાઇ ડાંગરના અધ્યક્ષસ્થાને ગઇકાલે પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજાયો હતો. આ તકે માનદ્મંત્રી હિરાબેન તન્ના, સૂચેતા ભાડલાવાળા, પ્રાથમિક શાળાના આચાર્ય વિશાબેન બરબસીયા, કાર્યાલય મંત્રી પાર્થભાઇ પંડયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular