Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરદિવાળીના તહેવારોમાં તકેદારી રાખવા જામનગર એસઓજી દ્વારા સૂચન

દિવાળીના તહેવારોમાં તકેદારી રાખવા જામનગર એસઓજી દ્વારા સૂચન

- Advertisement -

દિવાળીના તહેવારનો પ્રારંભ થઈ ચૂકયો છે. દિવાળીના તહેવાર દરમિયાન લોકો બહારગામ ફરવા જતાં હોય છે. ત્યારે સાવચેતી રાખવી જરૂરી છે. જામનગર એસઓજી પોલીસ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન તકેદારી રાખવા સૂચનો જાહેર કર્યા છે.

- Advertisement -

જામનગર એસઓજીએ આપેલા સૂચનો મુજબ

1.દિવાળી તહેવાર હોય જેથી પોતાનો કિંમતી સામાન સાચવીને રાખવો અને લોકરનો ઉપયોગ કરવો
2.દિવાળી વેકેશનમાં બહાર જાવ ત્યારે કિંમતી ચીજવસ્તુઓ સાથે લઇ જવી અને લોકસાઈરન વાગે એ રીતનં લગાડવું.
3. સીસીટીવી લગાવવા જે આપના મોબાઇલમાં ગમે ત્યાં ગમે એ સમયે જોઇ શકો.
4. બહાર જાવ ત્યારે ઘરની કોઇ એક લાઈટ ચાલુ રાખવી.
5. આજુબાજુવાળાને જાણ કરીને જવું જેથી પોતાના ઘર પર ધ્યાન આપી શકે.
6. વધારે કિંમતી ચીજવસ્તુ હોય તો સાથે લઇ જવાનું રાખો અથવા સેફ ડીપોઝીટમાં રાખો.
7. ફેસબુક કે બીજી કોઇ અન્ય સોશિયલ મીડિયામાં પોતાનું લોકેશન શેર ના કરવું.
પોલીસ હેલ્પલાઈન નંબર – 100, મહિલા હેલ્પલાઈન નંબર – 181, ચાઈલડ હેલ્પ લાઈન નંબર- 1098, સાયબર હેલ્પ લાઈન નંબર- 1930.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular