Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં પ્રૌઢનું અગ્નિસ્નાન, દંપતી ખંડિત

જામનગર શહેરમાં પ્રૌઢનું અગ્નિસ્નાન, દંપતી ખંડિત

બોલાચાલી બાદ ઝઘડો થતો પગલું ભર્યું : પ્રૌઢ દંપતીને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડાયા: પ્રૌઢનું સારવાર દરમિયાન મોત : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર શહેરમાં રાજપાર્ક નજીક આવેલા રંગમતિ પાર્ક વિસ્તારમાં રહેતા પ્રૌઢ દંપતી વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થતા પ્રૌઢે શરીરે ઉપર જ્વલનશીલ પદાર્થ રેડી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરતાં પત્ની પણ દાઝી ગઈ હતી. ત્યારબાદ દાઝી ગયેલા દંપતીને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રૌઢનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રાજપાર્ક નજીક આવેલા રંગમતિ પાર્ક શેરી નં.3 માં રહેતા ભીખુભાઈ જીવણભાઈ ગોસાઈ (ઉ.વ.57) નામના પ્રૌઢને તેમના પત્ની ભગવતીબેન (ઉ.વ.55) સાથે કોઇ બાબતે મનદુ:ખ ચાલતું હતું અને આ મનદુ:ખ સંદર્ભે બોલાચાલી બાદ ઝઘડો થતાં ભીખુભાઈએ તેના શરીર ઉપર જ્વલનશીલ પદાર્થ રેડી દિવાસળી ચાંપી અગ્નિસ્નાનનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેની પત્ની ભગવતીબેન પણ દાઝી ગયા હતાં. ત્યારબાદ પ્રૌઢ દંપતીને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

દરમિયાન સારવારમાં રહેલા ભીખુભાઈ જીવણભાઈ ગોસાઈ નામના પ્રૌઢનું જી. જી. હોસ્પિટલમાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર સંજય દ્વારા જાણ કરાતા એએસઆઇ એમ.પી. ગોરાણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular