જામનગર તાલુકાના હાપા ગામમાં આવેલો ખોડિયાર મંદિરનો ચોક ગેરકાયદેસર રીતે બે શખ્સો પચાવી પાડવા માગતા હોય જેથી પ્રૌઢને લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપા ગામમાં હનુમાનની ડેરી પાસે રહેતા હરીભાઈ વાલાભાઈ છૈયા (ઉ.વ.52) નામના પ્રૌઢે તેના ગામમાં આવેલો ખોડિયાર મંદિર ચોક ભના રાણા અને વનરાજ લોખીલ નામના બે શખ્સો ગેરકાયદેસર રીતે પચાવી પાડવા માગતા હોય જે બાબત પ્રૌઢને સહન ન થતા હરીભાઈએ ગત તા.21 ના રોજ સવારના સમયે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જયાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર દિનેશ દ્વારા જાણ કરાતા હેકો સી.જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
જામનગર તાલુકાના હાપા ગામમાં પ્રૌઢનો ઝેરી દવા પી આપઘાત
ગામના બે શખ્સો ખોડિયાર મંદિર ચોક પચાવી પાડવા માંગતા હોય જે સહન ન થયું : પોલીસ દ્વારા તપાસ