ઓખાના દરિયામાં આશરે 11 નોટીકલ માઇલ દુર બોટમાં અલ હુશેની નામની બોટમાં માછીમારી કરવા ગયેલા મૂળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વતની રામાભાઈ નથુભાઈ કોટીયા નામના 58 વર્ષના ખારવા પ્રૌઢને ગત તા. 11 ના રોજ હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ કાળુભાઈ ભીખાભાઈ કોટીયાએ ઓખા મરીન પોલીસને કરી છે.