જામનગર શહેરમાં ચાંદીબજાર વિસ્તારમાં આવેલા વારિયાના ડેલામાં રહેતાં જૈન પ્રૌઢને હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ચાંદીબજાર વિસ્તારમાં વારિયાના ડેલામાં રહેતા દિપેનભાઈ મહેન્દ્રભાઈ વારિયા (ઉ.વ.50) નામના પ્રૌઢ સોમવારે મધ્યરાત્રિના નિંદ્રાધિન હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવી જતાં બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મીત વારિયા દ્વારા જાણ કરાતા હેકો આર.ડી. ગાંભવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.