લાલપુર તાલુકાના મેમાણા ગામના વાડી વિસ્તારમાં પાણીની કુંડી ભરવા માટે ઇલેકટ્રીક મોટર ચાલુ કરવા જતાં વિજશોક લાગતાં પ્રોઢનું મોત નિપજયું હતું.
બનાવની મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના મેમાણા ગામની સીમમાં આવેલી રાજેન્દ્રસિંહ જાડેજાની વાડીમાં મજૂરીકામ કરતાં સુરૂભાઇ તેરસીદ અજનાર (ઉ.વ.53) નામના પ્રોઢ શનિવારે વહેલી સવારના સમયે પાણીની કુંડી ભરવા માટે ખેતરની ઓરડીમાં રહેલી મોટર ચાલુ કરવા જતાં વિજશોક લાગવાથી બેશુધ્ધ થઇ જતાં સારવાર માટે લાલપુરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવતાં જયા તેનું સારવાર કારયત નિવડે તે પૂર્વે જ મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. બનાવ અંગેની જાણના આધારે હેકો. એસ.કે.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથધરી હતી.
લાલપુર તાલુકાના મેમાણામાં વીજશોકથી પ્રોઢનું મોત
પાણીની કુંડી ભરવા મોટર ચાલુ કરવા જતાં વીજશોક : પોલીસ દ્વારા કાર્યવાહી


